For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નાણાકીય વર્ષ 2018-19નો આવકવેરો ભરવાની તારીખ આગળ વધારવામાં આવી

નાણાકીય વર્ષ 2018-19નો આવકવેરો ભરવાની તારીખ આગળ વધારવામાં આવી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ કોરોનાવાઈરસના કારણે આખા દેશમાં આર્થિક સંકટનો ખતરો મંડરાઈ રહ્યો છે. આખો દેશ લૉકડાઉન છે, જેના કારણે રોજમદાર મજૂરીથી લઈ પ્રાઈવેટ કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓ આર્થિક મુશ્કેલીઓમાં ફસાયા છે. આ દરમિયાન કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે રાહતના સમાચાર આપ્યા છે.

Coronavirus

નાણામંત્રીની પ્રેસ કોન્ફ્રેન્સની મુખ્ય વાતો

  • નાણાકીય વર્ષ 2018-19માં આવકવેરો રિટર્ન ભરવાની અંતિમ તારીખ 30 જૂન 2020. વિલંબથી રિટર્ન ભરનારાઓને 12ની જગ્યાએ 6 ટકા દંડ દેવો પડશે.
  • ટીડીએસ મોડે દાખલ કરનાર પર વિલંબ શુલ્ક 18 ટકાને બદલે 9 ટકા આપવી પડશે. આધારથી પાનને હવે 30 જૂન સુધી તમે લિંક કરી શકો છો, આના માટે અગાઉ 31 માર્ચ અંતિમ તારીખ હતી.
  • વિવાદ સે વિશ્વાસ યોજનાને 30 જૂન સુધી આગળ વધારવામાં આવી રહી છે.
  • વિવિધ પ્રકારની નાણાકીય સેવાઓ માટે દસ્તાવેજ જમા કરાવવાની તારીખને 30 જૂન સુધી વધારવામાં આવી રહી છે.
  • તમામ યોજનાઓ જેની સમય સીમા 20 માર્ચે ખતમ થઈ રહી હતી, તેને વધારીને 3દ જૂન 2020 કરી દેવામાં આવી છે.

આર્થિક પેકેજનું એલાન થઈ શકે

નિર્મલા સીતારમણે ટ્વીટ કરીને કહ્યું હતું કે અમે કોરોનાવાઈરસના કારણે ચાલી રહેલ લૉકડાઉન વચ્ચે આર્થિક પેકેજ જાહેર કરવાની તૈયારીઓ કરી રહ્યા છીએ. જેને જલદી જ પ્રાથમિકતાની સાથે ઘોષિત કરી દેવામાં આવશે. નાણામંત્રીના આ ટ્વીટ બાદ માનવામાં આવી રહ્યું છે કે સરકાર મોટા પેકેજનું એલાન કરી શકે છે. સાથે જ એવા લોકોને પણ રાહત આપી શકે છે, જેમણે જીએસટી, ઈનકમ ટેક્સ વગેરે ફાઈલ કરવાના છે. મહત્વની વાત છે કે પીએમ મોદી પણ આજે કોરોનાવાઈરસ સંક્રમણને લઈ રાતે 8 વાગ્યે દેશને સંબોધિત કરશે.

coronavirus: અમેરીકાથી પરત ફરેલ વૃદ્ધને કોરોના પોઝિટીવ, પરીવાર પણ શંકાસ્પદcoronavirus: અમેરીકાથી પરત ફરેલ વૃદ્ધને કોરોના પોઝિટીવ, પરીવાર પણ શંકાસ્પદ

English summary
Coronavirus Finance minister Nirmala Sitharaman economic pachage lockdown.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X