7 દિવસમાં 80 જિલ્લાઓમાં કોરોનાનો કોઈ કેસ નહિ, ડબલિંગ રેટ પણ ઘટ્યોઃ આરોગ્ય મંત્રી
કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને જણાવ્યુ છે કે દેશના 80 જિલ્લાઓમાં છેલ્લા સાત દિવસોથી કોરોના સંક્રમણનો કોઈ નવો કેસ સામે આવ્યો નથી કે જે એક રાહતના સમાચાર છે. વળી, 47 જિલ્લામાં 14 દિવસથી, 39 જિલ્લાઓમાં 21 દિવસોથી અને 17 જિલ્લાઓમાં છેલ્લા 28 દિવસોથી કોરોના સંક્રમિતોનો કોઈ દર્દી મળ્યો નથી. કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને મંગળવારે વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા ઘણા સંગઠનો અને પીએસયુ ડાયરેક્ટર સાથે રિવ્યુ મીટિંગ કરી. જેમાં તેમણે કહ્યુ કે મેક ઈન ઈન્ડિયા હેઠળ દેશમાં એન્ટીબૉડી ડિટેક્શન કિટ, પીસીઆર કિટ અને રિસર્ચના કામમાં પણ વધારો આવ્યો છે. વળી, કોરોનાના વેક્સી બનાવવા અંગે રિસર્ચનુ કામ પણ ઝડપથી કરવામાં આવી રહ્યુ છે.
ડબલિંગ રેટમાં સુધારો
આરોગ્ય મંત્રીએ કહ્યુ કે છેલ્લા ત્રણ દિવસોથી દેશમાં બમણા કેસ થવાની ગતિમાં ઘટાડો થયો છે. છેલ્લા સાત દિવસોથી આ દર 10.2 છે. વળી, છેલ્લા ત્રણ દિવસોથી આ દર મોટેભાગે 10.9 સુધી છે. જ્યારે પહેલા આ ગતિ 7થી 8 દિવસ નજીક હતી. આરોગ્ય મંત્રીએ મંગળવારે હર્ષવર્ધને વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા મંગલવારે દિલ્લીના ઉપરાજ્યપાલ અનિલ બેજલ અને આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન સાથે પણ બેઠક કરી છે.
તમને જણાવી દઈએ કે દેશમાં કોરોના વાયરસના સંક્રમિત દર્દીઓની સંખ્યા 29 હજારને પાર પહોંચી ચૂકી છે. આરોગ્ય મંત્રી તરફથી જારી અધિકૃત આંકડા મુજબ ભારતમાં કોરોના વાયરસ પૉઝિટીવ કેસોની સંખ્યા મંગળવારે 29,435 થઈ ગઈ છે અને 934 લોકોના મોત થઈ ચૂક્યા છે. દેશમાં અત્યારે 21,632 એક્ટિવ કેસ છે એટલે કે આ લોકોની હોસ્પિટલમાં ઈલાજ ચાલી રહ્યો છે. વળી, 6869 દર્દી રિકવર થયા છે અને અત્યાર સુધી સ્વસ્થ થઈને ઘરે જઈ ચૂક્યા છે.
આ પણ વાંચોઃ કોરોના સંકટમાં આ કંપનીના કર્મચારીઓની નોકરી નહિ જાય, વધશે ઈન્ક્રીમેન્ટ