Coronavirus: ન્યૂ યર અને ફેસ્ટીવ સિઝન માટે સરકાર જાહેર કરી શકે છે નવી એડવાઈઝરીઃ સૂત્ર
ન્યૂ યર અને આગામી તહેવારોને જોતા કોરોનાને લઈને સરકાર નવી ગાઈડલાઈન્સ જાહેર કરી શકે છે તેમ સૂત્રોએ જણાવ્યુ હતુ.
Coronavirus guidelines: ચીનમાં કોરોના વાયરસના મહાવિસ્ફોટ બાદ ભારતની કેન્દ્ર તેમજ રાજ્ય સરકારો એક્શન મોડમાં આવી ગઈ છે. દેશમાં કોરોના વાયરસના કેસો આવવાની ભીતિ વચ્ચે સૂત્રો તરફથી માહિતી મળી છે કે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય ન્યૂ યર અને આગામી તહેવારોને જોતા કોરોના વાયરસ માટે નવી એડવાઈઝરી જાહેર કરી કરશે.

તમને જણાવી દઈએ કે ભારત સરકારે આજે એટલે કે શુક્રવારે (22 ડિસેમ્બર) કોવિડ -19 ની નેઝલ વેક્સીનના ઉપયોગને મંજૂરી આપી દીધી. કોરોના વાયરસ માટેની નેઝલ વેક્સીન આજથી કોવિડ-19 રસીકરણ કાર્યક્રમમાં સામેલ કરવામાં આવશે અને તે ખાનગી હૉસ્પિટલોમાં સૌથી પહેલા ઉપલબ્ધ થશે. વળી, કોરોના સંબંધિત ઈમરજન્સી તૈયારીઓની સમીક્ષા માટે દેશભરની હૉસ્પિટલોમાં એક મૉક ડ્રીલનુ આયોજન કરવામાં આવશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા પણ આ ડ્રીલમાં સામેલ થઈ શકે છે.
નોંધનીય છે કે ચીનમાં વધી રહેલા કોરોના કેસોને લઈને ભારત એક્શનમાં આવી ગયુ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતની કોવિડ તૈયારીઓની સમીક્ષા કરવા માટે બેઠક કરી. પીએમ મોદીની બેઠક બાદ રાજ્યો પણ એલર્ટ મોડમાં આવી ગયા છે. કેરળ, દિલ્લી, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને છત્તીસગઢની સરકારોએ પણ કોરોનાને લઈને ઈમરજન્સી બેઠકો યોજી છે. કોવિડ સંબંધિત તૈયારીઓની સમીક્ષા કરવા ઉપરાંત, રાજ્ય સરકારે પોતપોતાના સ્તરે માર્ગદર્શિકા જાહેર કરી છે. જાહેર સ્થળોએ માસ્ક પહેરવા અને સામાજિક અંતર જાળવવાની સલાહ આપવામાં આવી છે. કેન્દ્રની માર્ગદર્શિકા મુજબ સેમ્પલની જીનોમ સિક્વન્સિંગની સાથે બહારથી આવતા મુસાફરોની તપાસ કરવાનુ પણ નક્કી કરવામાં આવ્યુ છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ બુધવારે (21 ડિસેમ્બર) ભારતમાં કોવિડની સ્થિતિ અંગે ચર્ચા કરવા માટે એક બેઠક બોલાવી હતી. જેમાં અનેક તબીબી નિષ્ણાતો અને આરોગ્ય અને કલ્યાણના મુખ્ય અધિકારીઓએ ભાગ લીધો હતો. મીટિંગ પછી નીતિ આયોગના સભ્ય ડૉ. વી.કે. પૉલે લોકોને કોરોના વાયરસના ફેલાતો રોકવા માટે ભીડવાળી જગ્યાએ માસ્ક પહેરવાની સલાહ આપી. વીકે પૉલે કહ્યુ કે, 'ચીનમાં કોરોનાની નવી લહેર નવા વેરિઅન્ટને જન્મ આપી શકે છે. તમે ભીડવાળી જગ્યાએ- ઘરની અંદર કે બહાર હોય તો માસ્કનો ઉપયોગ કરો. કૉમરેડિટી ધરાવતા હોય અથવા મોટી ઉંમરના હોય તેમના માટે આ ખૂબ જરુરી છે.'












Click it and Unblock the Notifications
