For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેન્દ્રની નવી ગાઈડલાઈન - કોરોના દર્દીના ખાંસવા, છીંકવા અને વાત કરવાથી ફેલાઈ રહ્યુ છે સંક્રમણ

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે બુધવારે કોરોના વાયરસ સાથે સંબંધિત પોતાની ગાઈડલાઈનમાં ફેરફાર કરીને નવા દિશા નિર્દેશ જારી કર્યા છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે બુધવારે કોરોના વાયરસ સાથે સંબંધિત પોતાની ગાઈડલાઈનમાં ફેરફાર કરીને નવા દિશા નિર્દેશ જારી કર્યા છે. કેન્દ્રની નવી ગાઈડલાઈનમાં કહેવામાં આવ્યુ છે કે સંક્રમિત વ્યક્તિના ખાંસવા, છીંકવા કે વાતચીત કરવાથી હવામાં ફેલાય છે, જેનાથી સંક્રમણ ફેલાય છે. ગયા વર્ષે જૂનમાં આરોગ્ય મંત્રાલયે કહ્યુ હતુ કે કોરોના વાયરસ સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવવાથી લાગે છે. હવે મંત્રાલય તરફથી કહેવામાં આવ્યુ છે કે કોરોનાનુ સંક્રમણ હવાના માધ્યથી ફેલાઈ રહ્યુ છે.

corona

આરોગ્ય મંત્રાલયે નવી ગાઈડલાઈનમાં કહ્યુ છે કે કોરોનાના હળવા લક્ષણોવાળા કેસોમાં આઈવરમેક્ટિન દવા ખાલી પેટે દિવસે એક વાર ત્રણથી પાંચ દિવસ માટે આપવામાં આવી શકે છે. વળી, હળવા લક્ષણવાળા કેસમાં દર્દીને સ્ટીરૉઈડ ન આપવાની વાત કહેવામાં આવી છે. આરોગ્ય મંત્રાલયે સ્તનપાન કરાવનાર માતાઓને કોરોના રસી આપવાની પણ મંજૂરી આપી દીધા છે.

આરોગ્ય મંત્રાલયે પ્લાઝ્મા થેરેપીનો કોરોનાના ઈલાજમાંથી હટાવી દીધુ છે. ગયા વર્ષની ગાઈડલાઈનમાં પ્લાઝ્મા થેરેપીને કોરોનાના ઈલાજમાં શામેલ કરવામાં આવ્યુ હતુ. તમને જણાવી દઈએ કે હવે કોરોના દર્દીઓ પર પ્લાઝ્મા થેરેપીનો ઉપયોગ બંધ કરી દેવામાં આવ્યો છે.

ભારતમાં કોરોના કેસ

બુધવારે આરોગ્ય મંત્રાલય તરફથી જારી કરાયેલા આંકડાઓ અનુસાર છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 2,08,921 નવા કેસ સામે આવ્યા છે અને 4,157 લોકોએ દમ તોડ્યો છે ત્યારબાદ પૉઝિટીવ કેસોની સંખ્યા 2,71,57,795 થઈ ગઈ છે અને મોતનો આંકડો 3,11,388 થઈ ગયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન 2,95,955 લોકોએ હોસ્પિટલમાંથી રિકવર થઈને ઘરે પણ પાછા આવ્યા છે. હાલમાં દેશમાં સક્રિય કેસોની કુલ સંખ્યા 24,95,591 છે.

વળી, ભારતમાં અત્યાર સુધી 20,06,62,456 લોકોને વેક્સીન લગાવવામાં આવી ચૂકી છે. છેલ્લા 24 કલાકમાં 20,39,087 લોકોને કોરોનાની રસી લગાવવામાં આવી ચૂકી છે. એટલુ જ નહિ કાલ સુધી ભારતમાં 22,17,320 સેમ્પટલ ટેસ્ટ કરવામાં આવ્યા છે ત્યારબાદ અત્યાર સુધી કુલ 33,48,11,496 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવી ચૂક્યા છે.

English summary
coronavirus new guidelines of centre, Covid airborne spreads when infected people cough or talk.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X