For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Coronavirus New Strain: ભારતમાં વધ્યુ કોરોનાના નવા સ્ટ્રેનનુ જોખમ, કુલ કેસ વધીને થયા 20

બ્રિટનમાં મળેલ કોરોના વાયરસના નવા સ્ટ્રેનનુ જોખમ હવે ભારતમાં વધી રહ્યુ છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ Coronavirus new strain cases in India. બ્રિટનમાં મળેલ કોરોના વાયરસના નવા સ્ટ્રેનનુ જોખમ હવે ભારતમાં વધી રહ્યુ છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસનો નવો સ્ટ્રેનના કુલ 20 કેસ સામે આવી ચૂક્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે સૌથી પહેલા મંગળવારે દેશમાં નવા સ્ટ્રેનના 6 કેસ મળવાની પુષ્ટિ કરી હતી. ત્યારબાદ બુધવારે સવારે વધુ 14 કેસ સામે આવ્યા. વૈજ્ઞાનિકોની અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યુ છે કે કોરોના વાયરસનો નવો સ્ટ્રેન પહેલાની સરખામણીમાં વધુ ખતરનાક છે અને તેનુ સંક્રમણ 70 ટકા વધુ ઝડપથી ફેલાય છે.

corona

તમને જણાવી દઈએ કે દુનિયામાં કોરોના વાયરસનો નવો સ્ટ્રેન સૌથી પહેલા સપ્ટેમ્બર મહિનામાં બ્રિટનમાં મળ્યો હતો. બ્રિટન બાદ અત્યાર સુધીમાં ફ્રાંસ, ઈટલી, કેનેડા, ડેનમાર્ક, સ્વીડન, સ્પેન, સ્વિત્ઝરલેન્ડ, જાપાન, લેબનાન, નેધરલેન્ડ, સિંગાપુર, ઑસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા અને ભારતમાં નવા સ્ટ્રેનના કેસ સામે આવી ચૂક્યા છે. ભારતમાં મળેલા 20 દર્દીમાંથી 8ની પુષ્ટિ દિલ્લી અને 7 કેસોની પુષ્ટિ બેંગલુરુની લેબમાં થઈ છે. માનવામાં આવી રહ્યુ છે કે કોરોના વાયરસના નવા સ્ટ્રેનના કેસ હજુ વધી શકે છે. જો કે ડૉક્ટરોનુ કહેવુ છે કે તેમની સામે અત્યાર સુધી એવુ કોઈ કારણ સામે નથી આવ્યુ જેનાથી કહી શકાય કે આ વાયરસને વેક્સીનથી કંટ્રોલ નથી શકાતો.

નવા સ્ટ્રેન સામે કારગર થશે વેક્સીન

ઉલ્લેખનીય છે કે સરકારે ગયા સપ્તાહે જ યુકેથી ભારત આવતી ફ્લાઈટ્સ પર અસ્થાયી રીતે પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કર્યો હતો. આ ઉપરાંત 25 નવેમ્બરથી 23 ડિસેમ્બર વચ્ચે બ્રિટનથી ભારત આવેલા 33 હજાર મુસાફરોને પણ ટ્રેસ કરવામાં આવી રહ્યા છે. વળી, મંગળવારે પ્રેસ કૉન્ફરન્સ કરીન ભારત સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર પ્રોફેસર કે વિજય રાઘવને જણાવ્યુ કે કોરોના વાયરસની વેક્સીન યુકે અને સાઉથ આફ્રિકામાં નવા સ્ટ્રેન સામે કામ કરશે. તેમણે જણાવ્યુ કે એ વાતના કોઈ પુરાવા નતી કે વર્તમાન વેક્સીન કોરોના વાયરસના નવા સ્ટ્રેન સામે કારગર નહિ હોય.

મેરઠમાં બે વર્ષની બાળકીમાં મળ્યો કોરોનાનો નવો સ્ટ્રેનમેરઠમાં બે વર્ષની બાળકીમાં મળ્યો કોરોનાનો નવો સ્ટ્રેન

English summary
Coronavirus New Strain: Total 20 UK Returnees To India Have Tested Positive For New COVID Strain.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X