For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Coronavirus: કેરળમાં સામે આવ્યો કોરોના વાયરસનો પહેલો પોઝિટિવ કેસ, વુહાનથી પાછો આવ્યો છે છાત્ર

કેરળમાં કોરોના વાયરસનો એક પોઝિટિવ કેસ સામે આવ્યો છે.

|
Google Oneindia Gujarati News

ચીનમાં કોરોના વાયરસનો કહેર થમવાનુ નામ નથી લઈ રહ્યો. આ ખતરનાક વાયરસે અત્યાર સુધીમાં 170 લોકોના જીવ લીધા છે. વળી, ચીન ઉપરાંત કોરોના વાયરસનો ખતરો દુનિયાના બાકીના દેશોમાં પણ વધતો દેખાઈ રહ્યો છે જેમાં ભારત પણ શામેલ છે. આ દરમિયાન કેરળમાં કોરોના વાયરસનો એક પોઝિટિવ કેસ સામે આવ્યો છે. આ છાત્ર ચીનના વુહાન વિશ્વવિદ્યાલયમાં અભ્યાસ કરતો હતો. હાલમાં દર્દીની સ્થિતિ સ્થિર છે.

keral

આ ઉપરાંત કોરોના વાયરસના ગુજરાતમાં પણ બે શંકાસ્પદ કેસ સામે આવ્યા છે. અહી વડોદરાની એસએસજી હોસ્પિટલમાં બે આવા દર્દી લાવવામાં આવ્યા છે. આ પહેલા દેશની રાજધાની દિલ્લીમાં પણ ત્રણ શંકાસ્પદ કેસ સામે આવ્યા હતા. ચીનના વુહાનથી નીકળેલો કોરોના વાયરસ હવે દુનિયાના 16 દેશોમાં ફેલાઈ ચૂક્યો છે. ભારતના પણ અમુક શહેરોમાં આના લક્ષણ જોવા મળ્યા છે. લેટેસ્ટમાં ગાઝિયાબાદમાં 27 વર્ષન યુવતીમાં પણ વાયરસના લક્ષણ જોવા મળ્યા છે.

આરોગ્ય મંત્રાલય તરફથી આ વાયરસના કારણે એક નવો હેલ્પલાઈન નંબર ઈશ્યુ કરવામાં આવ્યો છે. આ નંબર 24 કલાક ઑપરેશનલ રહેશે અને લોકોનો કોઈ પણ સમસ્યા થવા પર તે આના પર કૉલ કરી શકે છે. આરોગ્ય મંત્રાલયે ગુરુવારે આ હેલ્પલીન નંબર ઈશ્યુ કર્યો છે. 011-23978046 આ નંબર રાષ્ટ્રીય સ્તરે બનાવેલ એ કંટ્રોલ રૂમનો છે જેને કોરોના વાયરસ સામે લડવા માટે તૈયાર કરવામાં આવ્યો છે.

આ નંબર પર લોકો આ વાયરસ અંગેની દરેક માહિતી મેળવી શકે છે. મંત્રાલયે કહ્યુ છે કે કોઈનેપણ જો ગાઈડન્સ, મદદ અને ટેકનિકલ મુદ્દાઓ સાથે જોડાયેલા કોઈ જવાબ જોઈએ તો તે આના પર કૉલ કરી શકે છે. થોડા દિવસો અગાઉ આ વાયરસના ખતરનાક સ્તરે પહોંચ્યા બાદ બેઈજિંગમાં ભારતીય દૂતાવાસ તરફથી ભારત આવતા પર્યટકોએ એડવાઈઝરી જારી કરી હતી.

આ પણ વાંચોઃ Coronavirus: ચીનમાં કોરોના વાયરસના કારણે 170 લોકોના મોત, 7700થી વધુ લોકોમાં સંક્રમણઆ પણ વાંચોઃ Coronavirus: ચીનમાં કોરોના વાયરસના કારણે 170 લોકોના મોત, 7700થી વધુ લોકોમાં સંક્રમણ

English summary
coronavirus one positive case found in kerala student was studying at wuhan
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X