જો આ ઈલાજ સફળ રહ્યો તો કોરોના પર થશે ભારતની સૌથી મોટી જીત
જો આ ઈલાજ સફળ રહ્યો તો કોરોના પર થશે ભારતની સૌથી મોટી જીત
નવી દિલ્હીઃ કોરોનાનો વાયરસ લાખો કોશિશો છતાં કાબૂમાં નથી આવી રહ્યો. દુનિયામાં કુલ સંક્રમિત લોકોની સંખ્યા 24 લાખને પાર પહોંચી ગઈ છે. અત્યાર સુધી એક લાખ 65 હજાર લોકોના મોત થઈ ચૂક્યા છે. સૌથી વધુ મોત અમેરિકામાં થયાં છે. જ્યારે ભારતની વાત કરીએ તો અહીં 17 હજારથી વધુ લોકો સંક્રમિત છે અને 560 લોકોના મોત થયાં છે. મુંબઈ બાદ રાજધાની દિલ્હીમાં કોરોનાના મામલા તેજીથી વધી રહ્યા છે. સરકાર રોકવાના હરેક સંભવ પ્રયાસ કરી રહી છે પરંતુ સફળતા હાથ નથી લાગી રહી. આ દરમિયાન એક રાહત આપનાર સમાચાર સામે આવ્યા છે અને જો આવું થયું તો ભારત માટે મોટી જીત હશે. જી હાં, દિલ્હીમાં 49 વર્ષના એક કોરોના પોઝિટિવ દર્દીની પ્લાઝ્મા થેરેપી બાદ હાલાતમાં સુધારો આવ્યો છે અને તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

પ્રાઈવેટ હોસ્પિટલનો દાવો
દિલ્હીના એક પ્રાઈવેટ હોસ્પિટલે દાવો કર્યો કે તેમના હોસ્પિટલમાં 49 વર્ષીય વ્યક્તિને દાખલ કરવામાં આવ્યો હતો. આ દર્દી 4 એપ્રિલે કોરોના પોઝિટિવ આવ્યો હતો. તે સમયે જ તેનો ઈલાજ કરવામાં આવી રહ્યો હતો પરંતુ દરરોજ તેની હાલત બગડતી જઈ રહી હતી. દર્દીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો હતો. જેને જોતા દિલ્હીના સાકેત સ્થિત મૈક્સ હોસ્પિટલમાં તેને દાખલ કરવામાં આવ્યો. અહીં આ દર્દીને પ્લાઝ્મા થેરેપી આફવામાં આવી. મૈક્સ હોસ્પિટલે જણાવ્યું કે હવે દર્દીની હાલતમાં સુધારો આવ્યો છે. તેમને વેંટિલેટરથી હટાવી લેવામમાં આવ્યો છે.

8 એપ્રિલે વેંટિલેટર પર રાખ્યો હતો
મૈક્સના હવાલેથી જણાવવામાં આવ્યું કે તાવ, ઉધરસ જેવા લક્ષણો દેખાવા લાગ્યા બાદ શ્વાસ લેવામાં સમસ્યા થવા લાગી. જે બાદ તેને હોસ્પિટલે દાખલ કરવામાં આવ્યો. આગલા કેટલાક દિવસ દરમિયાન તેનની હાલત બગડતી ગઈ. દર્દીમાં નિમોનિયા જેવા લક્ષણ દેખાવા લાગ્યા અને શ્વાસ લેવામાં ભારે સમસ્યા થવા લાગી. જે બાદ તેને 8 એપ્રિલે વેંટીલેટર પર રાખવામાં આવ્યો.

પ્લાઝ્મા થેરેપીનો ઉપયોગ આવી રીતે શરૂ કરાયો
જણાવી દઈએ કે એક જ પરિવારના કેટલાય લોકો બીમાર થયા બાદ મૈક્સમાં દાખલ થયા હતા જેમાંથી 2 વેંટીલેટર પર ચાલ્યા ગયા હતા. બાકી ઠીક થઈ ચૂક્યા છે. આ દરમિયાન વેંટીલેટર પર રહેલ એક દર્દીનું મોત થયું હતું પરંતુ બીજો દર્દી વેંટીલેટર પર જ હતો. આ દર્દી પર ટ્રાયલ શરૂ કરવામાં આવ્યું. વિશેષજ્ઞો મુજબ એક વ્યક્તિના લોહીથી મહત્તમ 800 મિલીલીટર પ્લાઝ્મા લઈ શકાય છે. જ્યારે કોરોનાથી બીમાર વ્યક્તિના શરીરમમાં એંટીબૉડીઝ નાખવા માટે 200 મિલીલીટર સુધી પ્લાઝ્મા ચઢાવી શકાય છે. આવી રીતે એક ઠીક થઈ ચૂકેલ વ્યક્તિના પ્લાઝ્મા 3થી 4 લોકોના ઉપચારમાં મદદરૂપ થઈ શકે છે.

પ્લાઝ્મા થેરેપી શું હોય છે
જણાવી દઈએ કે સંક્રમણથી ઠીક થયેલ વ્યક્તિના શરીરમાં એ વાયરસ વિરુદ્ધ પ્રતિરોધક ક્ષમતા બની જાય છે અને 3 અઠવાડિયા બાદ તેને પ્લાઝ્માના રૂપમાં કોઈ સંક્રમિત વ્યક્તિને આપવામાં આવી શકે છે જેથી તેના શરીરમાં પ્રિતરોધક ક્ષમતા વધવા લાગે. પ્લાઝ્મા સંક્રમણથી ઠીક થયેલ વ્યક્તિના લોહીથી કાઢવામાં આવે છે. એકવારમાં એક સંક્રમણથી ઠીક થયેલ વ્યક્તિના શરીરમમાંથી 400 એમએલ પ્લાઝ્મા કાઢી શકાય છે. આ 400 એમએલ પ્લાઝ્મા બે દર્દીઓને આપી શકાય છે. સ્વસ્થ થઈ ચૂકેલ દર્દીના શરીરમાં એંટીબૉડી બની જાય છે જે આ વાયરસ સામે લડે છે. એંટીબૉડી એવા પ્રોટીન હોય છે જે આ વાયરસને ડિસ્ટ્રોય કરી શકે છે. આ એંટીબૉડી જો પ્લાઝ્મા દ્વારા કોઈ દર્દીને ચઢાવવામાં આવે તો તે એંટીબૉડી દર્દીનના શરૂરમાં જે કોઈપણ વાયરસ હાજર હોય તેને મારી શકે છે. પ્લાઝ્મા થેરેપી કોઈ નવી થેરેપી નથી. ડૉક્ટરોનું માનવું છે કે આ એક પ્રોમિનેંટ થેરેપી છે જેનો ફાયદો પણ થયો અને કેટલાય વાયરલ સંક્રમણમાં તેનો ઉપયોગ પણ થયો.

દિલ્હીમાં પાંચ નવા વિસ્તાર સીલ થયા
કોરોના વાયરસના તેજીથી વધતા સંક્રમણને જોતા દિલ્હી સરકારે આજે 5 નવા વિસ્તારોને કંટેનમેન્ટ ઝોન ઘોષિત કરી દીધા છે. આની સાથે જ દિલ્હીમાં સીલ કરવામાં આવેલ વિસ્તારોની સંખ્યા વધીને 84 થઈ ગઈ છે. સોમવારે સીલ કરાયેલ વિસ્તારોમાં તુગલકાબાદ એક્સટેંશનના લેન 24-28, બ્લૉક-જી જહાંગીરપુરી, સંજય એન્ક્લેવના ફ્લેટ નંબર 265થી 500, ત્રિલોકપુરીના બ્લૉક 34 અને શાલીમાર બાગના બ્લૉક એએફ છે. આ વિસ્તારોમાં લોકોની અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. જ્યારે સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓ ઘરે ઘરે જઈને લોકોનો સર્વે કરશે. સાથે જ સમગ્ર વિસ્તારને સેનિટાઈઝ કરવાનુ્ં પણ કામ કરાશે.












Click it and Unblock the Notifications
