For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Coronavirus: માંની અર્થીને ખભો આપનાર 5 દીકરાના મોત, છઠ્ઠાની હાલત નાજુક

Coronavirus: માંની અર્થીને ખભો આપનાર 5 દીકરાના મોત, છઠ્ઠાની હાલત નાજુક

|
Google Oneindia Gujarati News

દુનિયાભરમાં હાહાકાર મચાવનાર કોરોના મહામારીના કહેરથી ઝારખંડનો એક આખો પરિવાર તબાહ થઇ ગયો છે. કોરોના સંક્રમણને કારણે પરિવારમાં એખ બાદ એક છ લોકોના મોત થઇ ચૂ્ક્યાં છે. પહેલા મા અને પછી તેની અર્થીને ખભો આપનાર પાંચ દીકરાના એક પછી એક મોત થયાં છે. 15 દિવસમાં જ આ પરિવારના છઠ્ઠા સભ્યનું પણ મોત થયું. મૃતક મહિલાના છઠ્ઠા દીકરા સહિત પરિવારના અન્ય સભ્યોની હાલત પણ ખરાબ હોવાની જણાવવામાં આવી રહ્યું છે. દેશભરમાં એકમાત્ર આવી ભયંકર ઘટના બની છે.

કોરોનાથી એક જ પરિવારના 6 સભ્યોના મોત

કોરોનાથી એક જ પરિવારના 6 સભ્યોના મોત

મામલો ધનબાદના કતરાસ વિસ્તારનો છે. રાની બજારમાં રહેતા એક પરિવારના છ સભ્યોનું કોરોના સંક્રમણને કારણે મોત થયું. પ્રાપ્ત જાણકારી મુજબ ચાર જુલાઇએ સૌથી પહેલા બોકારોના એક નર્સિંગ હોમમાં 88 વર્ષીય માતાનુ નિધન થયું હતું. દેહની તપાસથી માલૂમ પડ્યું કે મહિલા કોરોના પોઝિટિવ હતી. જે બાદ તેના એક દીકરાનું રાંચીના રિસ્મ કોવિડ હોસ્પિટલમાં મોત થયું. જેના થોડા દિવસ બાદ બીજા દીકરાનું કેન્દ્રીય હોસ્પિટલમાં ઇલાજ દરમિયાન નિધન થયું.

15 દિવસમાં આખો પરિવાર તબાહ થઇ ગયો

15 દિવસમાં આખો પરિવાર તબાહ થઇ ગયો

મોતનો તાંડવ એટલેથી ના અટક્યો, ધનબાદના એક ખાનગી ક્વોરેન્ટાઇન સેન્ટરમાં ત્રીજ દીકરો દાખલ હતો, ત્યાં અચાનક એવી તબિયત બગડી કે તેનું મત થઇ ગયું. તેનો ડ્રાઇવર તેને પીએમસીએચ લઇ ગયો, પરંતુ ડૉક્ટરોએ તેને મૃત ઘોષિત કરી દીધો. 16 જુલાઇએ ટીએમએચ જમશેદપુરમાં કેન્સરની બીમારીના ઇલાજ દરમિયાન ચોથા દીકરાનું પણ નિધન થઇ ગયું. પાંચમો દીકરો પણ ધનબાદના કોવિડ હોસ્પિટલમાં રેફર કરાયા બાદ રિમ્સ રાંચીમાં દાખલ હતો, જ્યાં સોમવારે તેણે અંતિમ શ્વાસ લીધા. આની સાથે જ કોરોના વાયરસના સંક્રમણથી એક વૃદ્ધ મહિલા અને તેના પાંચ દીકરાના મોત થઇ ગયાં. પરિવારના અન્ય કેટલાય સભ્યોનો પણ ઇલાજ ચાલી રહ્યો છે.

કોરોના મહામારીએ 5 દીકરને શિકાર બનાવ્યા

કોરોના મહામારીએ 5 દીકરને શિકાર બનાવ્યા

જણાવવામાં આવ્યુ કે જૂન મહિનામાં મહિલા દિલ્હીથી લગ્ન સમારોહમાં ભાગ લેવા માટે કતરાસ સ્થિત પોતાના ઘરે આવી હતી. ત્યારે અચાનક તેની તબિયત બગડ્યા બાદ તેને બોકારોના એક ખાનગી હોસ્પિટલમાં દાખળ કરવામાં આવી, જ્યાં તેનું મોત થયું. તેના મોત બાદ તપાસમાં કોરોના પોઝિટિવ આવ્યો. સ્થાનિક લોકોનું કહેવું છે કે મહિલા પાછલા મહિને લગ્નની શરણાઇની ગુંજથી આખો પરિવારમાં ખુશીઓમાં મગ્ન હતો અને અચાનક કોરોના તેમના પર કાળ બનીને આવ્યો અને હસતા રમતા આખા પરિવારને તબાહ કરી નાખ્યો.

લૉકડાઉનમાં પત્ની બની ગર્ભવતી, પતિએ આના માટે બિલાડીને ગણાવી જવાબદારલૉકડાઉનમાં પત્ની બની ગર્ભવતી, પતિએ આના માટે બિલાડીને ગણાવી જવાબદાર

English summary
coronavirus ruined a family, mom and 5 sons died due to covid 19 infection
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X