Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

કોરોના વાયરસની બીજી લહેર ખૂબ જ ખતરનાક, માત્ર 10 દિવસમાં ડબલ થયા દૈનિક કેસ

દેશમાં સંક્રમણના કેસ ઝડપથી વધી રહ્યા છે અને માત્ર 10 દિવસની અંદર જ કોરોના વાયરસના કેસ બમણા થઈ ગયા છે.

નવી દિલ્લીઃ ગુરુવારે કોરોના વાયરસે છેલ્લા બધા રેકૉર્ડ તોડી દીધા અને દેશભરમાં સંક્રમણના 2 લાખથી વધુ નવા કેસ નોંધવામાં આવ્યા. કેન્દ્રીય આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયના આંકડા એ વાતના સાક્ષી છે કે દેશમાં સંક્રમણના કેસ ઝડપથી વધી રહ્યા છે અને માત્ર 10 દિવસની અંદર જ કોરોના વાયરસના કેસ બમણા થઈ ગયા છે. ભારત સિવાય માત્ર અમેરિકા એવો દેશ છે જ્યાં એક દિવસની અંદર કોરોના વાયરસના 2 લાખથી વધુ કેસ મળ્યા હતા. જો કે 1 લાખનો આંકડો પાર કર્યા બાદ અમેરિકામાં 21 દિવસ બાદ કેસ બમણા થયા હતા.

coronavirus

ટાઈમ્સ ઑફ ઈન્ડિયાના એક રિપોર્ટ મુજબ અમેરિકામાં પહેલી વાર 1 લાખ કેસ ગયા વર્ષે 30 ઓક્ટોબરે સામે આવ્યા અને 21 દિવસ બાદ એટલે કે 20 નવેમ્બરે દૈનિક દર્દીઓની સંખ્યા 2 લાખને પાર કરી ગયા. ત્યારબાદ 8 જાન્યુઆરીએ એક દિવસની અંદર અમેરિકામાં સૌથી વધુ 3,09,035 નવા કેસ રેકૉર્ડ કરવામાં આવ્યા. વળી, ભારતમાં કોરોના વાયરસની બીજી લહેર આવ્યા બાદ છેલ્લા 11માંથી 9 દિવસોમાં સંક્રમણના કેસોએ નવા રેકૉર્ડ બનાવ્યા છે. આ દરમિયાન માત્ર બે સોમવારે કોરોના વાયરસના કેસોમાં ઘટાડો જોવા મળ્યો જેનુ કારણે વીકેન્ડમાં ઓછુ ટેસ્ટિંગ અને સ્ટાફની કમી હતી.

વળી, ગુરુવારે સતત ત્રીજા દિવસે દેશમાં કોરોના વાયરસના કારણે જીવ ગુમાવનાર દર્દીઓની સંખ્યા 1 હજારથી ઉપર રેકૉર્ડ કરવામાં આવી. આ પહેલા ગયા વર્ષે 2 ઓક્ટોબરે મૃતકોની સંખ્યા 1 હજારથી વધુ રહી હતી. કોરોના વાયરસના કારણે હાલમાં દેશમાં ઘણા રાજ્યો ખાસ કરીને હિંદીભાષી રાજ્યોમાં સ્થિતિ સતત બગડી રહી છે. બુધવારે 9 રાજ્યોમાં કોરોના વાયરસના અત્યાર સુધી સૌથી વધુ કેસ રેકૉર્ડ કરવામાં આવ્યા છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X