શાહીનબાગને પોલીસે ખાલી કરાવ્યું, 101 દિવસથી ચાલી રહેલ પ્રદર્શનનો અંત
શાહીનબાગને પોલીસે ખાલી કરાવ્યું, 101 દિવસથી ચાલી રહેલ પ્રદર્શનનો અંત
નાગરિકતા સંશોધન એક્ટ વિરુદ્ધ દિલ્હીના શાહીન બાગમાં પાછલા 101 દિવસથી ચાલી રહેલ પ્રદર્શનને ખતમ કરી દેવામાં આવ્યું. દિલ્હી પોલીસે કાર્યવાહી કરી 101 દિવસથી ચાલી રહેલા પ્રદર્શનને ખતમ કરી દીધું છે. પ્રશાસનનું કહેવું છે કે કોરોનાવાઈરસના સંક્રમણને ફેલતું અટકાવવા માટે પ્રદર્શન ખતમ કરાવવામાં આવ્યું. શાહીન બાગથી કુલ 9 લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. જેમાં 6 મહિલાઓ અને 3 પુરુષ છે. દિલ્હીમાં કર્ફ્યૂ અને સેક્શન 144ને જોતા કાર્યવાહી કરવાાં આવી. જરૂરી ચીજ વસ્તુઓ અને ઈમરજન્સી વાહનોની ટ્રાફિકની સમસ્યા ના થાય તે માટે કાર્યવાહી કરાઈ.

જણાવી દઈએ કે કોરોનાવાઈરસને પગલે જનતા કર્ફ્યૂના આહ્વાનની વચ્ચે દિલ્હીના શાહીન બાગમાં નાગરિકતા સંશોધન એક્ટ વિરુદ્ધ ચાલી રહેલા પ્રદર્શનને બંધ કરવાને લઈ રવિવારે બે ગુટ વચ્ચે બબાલ થઈ હતી. બંને પક્ષ વચ્ચે અડધા કલાક સુધી મારપીટ અને ગાળાગાળી થઈ. એક પક્ષ ઈચ્છતો હતો કે પીએમના જનતા કર્ફ્યૂના એલાનનું સમર્થન કરવામાં આવે જ્યારે બીજો પક્ષ આ માનવા માટે તૈયાર નહોતો. આ વાત પર બે પક્ષ વચ્ચે કહાસુની થઈ ગઈ. જો કે, બાદમાં મામલો શાંત કરવા દેવામાં આવ્યો હતો.












Click it and Unblock the Notifications
