For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોનાનો તાંડવ યથાવત, 21 લાખને પાર પહોંચ્યો દર્દીઓનો આંકડો, 24 કલાકમાં 64000 નવા કેસ

કોરોનાનો તાંડવ યથાવત, 21 લાખને પાર પહોંચ્યો દર્દીઓનો આંકડો, 24 કલાકમાં 64000 નવા કેસ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ સમગ્ર દુનિયામાં તાંડવ મચાવી રહેલ કોરોના વાયરસનું સંક્રમણ ભારતમાં કૂદકે ને ભૂસકે આગળ વધી રહ્યું છે. ભારતમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમિતોનો આંકડો 21 લાખને પાર કરી ગયો છે, સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના તાજા આંકડા મુજબ દેશમાં અત્યાર સુધી કોરોનાના 21,53,011 મામલા સામે આવી ચૂક્યા છે જેમાં 6,28,747 કેસ એક્ટિવ છે જ્યારે 14,80,885 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. જ્યારે કોરોના વાયરસથી અત્યાર સુધી 43,378 લોકોના મોત થઈ ચૂક્યાં છે. ગત 24 કલાક દરમિયાન કોરોનાના 64,399 નવા મામલા સામે આવ્યા છે અને 861 લોકોના મોત થયાં છે. જણાવી દઈએ કે આ એક દિવસમાં સૌથી વધુ ઉછાળો છે.

21 લાખ લોકો સંક્રમિત

21 લાખ લોકો સંક્રમિત

જણાવી દઈએ કે આખી દુનિયા કોરોના વાયરસ સામે જંગ લડી રહી છે, આ દરમિયાન વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને લોકોને ચેતવણી આપતા કહ્યું કે કોરોનાથી બચવા માટે વેક્સીન બનાવવાની રેસ ભલે તેજ થઈ ગઈ હોય, પરંતુ કોરોના વાયરસથી નિપટવાના હજી સુધી એકેય રામબાણ સમાધાન સાેમ આવ્યા નથી અને આવી કોઈ ઉમ્મીદ પણ ના કરી શકાય, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના પ્રમુખ ડૉ ટેડ્રોસ એડોનોમ ગેબ્રિએસસે કહ્યું કે ભારત જેવા દેશોમાં ટ્રાંસમિશન રેટ બહુ વધુ છે અને હજી તેમણે લાંબી લડાઈ લડવા માટે તૈયાર રહેવું જોઈએ.

કોરોના વાયરસ સાથે જીવતા શીખવું પડશે

કોરોના વાયરસ સાથે જીવતા શીખવું પડશે

જણાવી દઈએ કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યું કે હવે દુનિયાએ કોરોના વાયરસ સાથે જીવતા શીખવું પડશે, જો યુવાગણ વાયરસથી ખતરો ના હોવાનું સમજી રહ્યા હોય તો આવું વિચારવું બિલકુલ ખોટું છે કેમ કે કોરોનાથી આ જીવલેણ સાબિત થઈ શકે છે. WHOએ કહ્યું કે, હવે કદાચ કોરોના ક્યારેય ખતમ નહિ થાય કેમ કે કોરોના એક નવો વાયરસ છે, જે દરેક સમયે અલગ પ્રકારે વર્તાવ કરે છે, એવામાં તેને રોકવા માટે કોઈપણ પરિણામ પર પહોંચી ના શકાય.

કોરોનાથી બગડતી સ્થિતિ

કોરોનાથી બગડતી સ્થિતિ

વિશ્વભરમાં કોરોના વાયરસના કુલ 1 કરોડ 98 લાખ જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. દરરોજ અઢી લાખથી વધુ નવા કેસ સામે આવી રહ્યા છે. અત્યાર સુધીમાં સમગ્ર વિશ્વમાં 7 લાખ 28 હજાર 796થી પણ વધુ લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. ભારતમાં કુલ 43,379 લોકો પોતાના જીવ ગુમાવી ચૂક્યા છે. જ્યારે ગુજરાતની વાત કરીએ તો આપણા રાજ્યમાં 2628 જેટલા લોકોના કોરોનાએ જીવ ભરખી લીધા.

MHAએ અમિત શાહને કોરોના નેગેટીવ હોવાના સમાચાર નકાર્યા, કહ્યું નથી કરાયો ટેસ્ટMHAએ અમિત શાહને કોરોના નેગેટીવ હોવાના સમાચાર નકાર્યા, કહ્યું નથી કરાયો ટેસ્ટ

English summary
Coronavirus: situation becoming worst in india as 640000 people tested positive in single day
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X