કોરોના સંક્રમણની ગતી ઘટી, છેલ્લા 24 કલાકમાં 60,753 કેસ નોંધાયા
કોરોના સંક્રમણની ગતી ઘટી, છેલ્લા 24 કલાકમાં 60,753 કેસ નોંધાયા
ભારતમા કોરોના વાયરસના મામલામાં સતત ગિરાવટ ચાલુ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડાઓ મુજબ 19 જૂને દેશમાં કોવિડ 19ના 60,753 નવા મામલા સામે આવ્યા છે. જ્યારે ગત 24 કલાકમાં 1647 લોકોના મોત થયાં છે. પાછલા 24 કલાકમાં કોરોનાથી 97743 લોકો રિકવર થઈ ગયા છે. દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 7 લાખ 60 હજાર 19 છે જે 74 દિવસ બાદ સૌથી ઓછી સંખ્યા છે. દેશમાં કોરોનાથી અત્યાર સુધી 3 લાખ 85 હજાર 137 લોકોના મોત થયાં છે. દેશમાં કુલ ડિસ્ચાર્જની સંખ્યા 2 કરોડ 86 લાખ 78 હજાર 390 છે. જ્યારે કુલ કોરોના પોઝિટિવ મામલાની સંખ્યા 2 કરોડ 98 લાખ 23 હજાર 546 થઈ ગઈ છે.

દેશમાં કોરોના રિકવર રેટ વધીને 96.16% થઈ ગયો છે. જ્યારે કોવિડ 19 ડેલી પોઝિટિવિટી રેટ 2.98% છે. વેક્સીનેશનની વાત કરીએ તો પાછલા 24 કલાકમાં કોરોનાવાયરસના 33 લાખ ડોઝ આપવામાં આવ્યા છે. જ્યારે 16 જાન્યુઆરીએથી શરૂ થયેલ વેક્સીનેશન અભિયાન અંતર્ગત અત્યાર સુધીના વેક્સીનેશનનો આંકડો 27 કરોડ 23 લાખ 88 હજાર 783 થયો છે.












Click it and Unblock the Notifications
