For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કર્ણાટકમાં પણ પંહોંચ્યો સાઉથ આફ્રિકન વેરિઅંટવાળો કોરોના વાયરસ, એક દર્દી મળ્યો પૉઝિટીવ

દેશના ઘણા રાજ્યોમાં કોરોના વાયરસના નવા વેરિઅંટ મળ્યા. આ વેરિઅંટના કેસ ધીમે ધીમે વધી રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

બેંગલુરુઃ વર્ષ 2020 બધા માટે મુશ્કેલીભર્યુ રહ્યુ પરંતુ નવુ વર્ષ આશાની નવી કિરણ લઈને આવ્યુ. એક તરફ બે વેક્સીનને મંજૂરી મળી ગઈ ત્યાં બીજી તરફ કોરોના વાયરસના દૈનિક કેસોમાં પણ ઘણો ઘટાડો થયો. જો કે આ દરમિયાન એક નવી મુસીબત જાણવા મળી. દેશના ઘણા રાજ્યોમાં કોરોના વાયરસના નવા વેરિઅંટ મળ્યા. આ વેરિઅંટના કેસ ધીમે ધીમે વધી રહ્યા છે. સાથે જ કર્ણાટકમાં પણ આનો એક કેસ સામે આવ્યો છે.

coronavirus

કર્ણાટક આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં સાઉથ આફ્રિકન વેરિઅંટનો પહેલો કેસ સામે આવ્યો છે. આ ઉપરાંત 10 માર્ચ સુધી યુકેથી પાછા આવેલ 64 લોકો કોરોના પૉઝિટીવ મળ્યા છે. સાથે જ તેમના સંપર્કમાં આવેલ 26 લોકોનો RT-PCR રિપોર્ટ પૉઝિટીવ આવ્યો છે. આ સાથે જ રાજ્યમાં યુકે વેરિઅંટના કેસોની સંખ્યા 29 થઈ ગઈ છે. વળી, જે સાઉથ આફ્રિકન વેરિઅંટનો દર્દી મળ્યો છે તેને આઈસોલેટ કરીને તેનો ઈલાજ કરવામાં આવી રહ્યો છે.

આરોગ્ય વિભાગે જણાવ્યુ કે રાજ્યમાં કુલ 760 કોરોના વાયરસના નવા કેસ સામે આવ્યા છે. જેના કારણે સક્રિય કેસોની સંખ્યા 7456 થઈ ગઈ છે. વળી, કુલ કેસોની વાત કરીએ તો આ આંકડો 9.56,801 છે જેમાંથી 12,379 દર્દીઓએ આ મહામારીના કારણે જીવ ગુમાવ્યા છે.

નવો વેરિઅંટ કેટલો ખતરનાક?

કોરોના વાયરસના કહેરથી જ્યારે દુનિયા હજુ નીકળી રહી હતી ત્યારે ડિસેમ્બર 2020માં આના સાઉથ આફ્રિકન વેરિઅંટ વિશે જાણવા મળ્યુ. કોરોનાનુ નવુ મ્યુટેશન વધુ ખતરનાક છે કારણકે તે એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં ઝડપથી ફેલાય છે. આ ઉપરાંત જે વેરિઅંટ યુકેમાં મળ્યો છે તે પણ ઘણો વધુ સંક્રમક છે.

ગુજરાતના સુરતમાં આ રીતે મનાવાઈ રહી છે મહાશિવરાત્રિગુજરાતના સુરતમાં આ રીતે મનાવાઈ રહી છે મહાશિવરાત્રિ

English summary
Coronavirus South Africa variant first patient in Karnataka.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X