For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Coronavirus: ભારતમા 24 કલાકમાં 27 લોકોના મોત

Coronavirus: ભારતમા 24 કલાકમાં 27 લોકોના મોત

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ કોરોના વાયરસનું સંક્રમણ આખા ભારતમાં વધતું જઈ રહ્યું છે. દેશમાં અત્યાર સુધી 4067 લોકો આ વાયરસથી સંક્રમિત છે. કોરોના વાયરસના કારણે એક દિવસમાં થયેલ આ મોતનો આંકડો સૌથી વધુ છે, જેમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ 13 લોકોના મોત થયાં છે. પાછલા 24 કલાકમાં થયેલ આ મોત બાદ દેશમાં આ વાયરસથી મૃતકોની સંખ્યા હવે 109 પર પહોંચી ગઈ છે.

coronavirus

મહારાષ્ટ્રમાં કોરોનાના કારણે મૃતકોની સંખ્યા વધીને 45 થઈ ગઈ છે, જ્યારે સંક્રમિત દર્દીની સંખ્યા 500થી ઉપર પહોંચી ગઈ ચે. આખા દેશમાં પાછલા 12 કલાકમાં કોરોના વાયરસથી સંક્રમણના 490 મામલા સંપૂર્ણપણે ઠીક થઈ ચૂક્યા છે. આ જાણકારી સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા આપવામાં આવી છે. ગુજરાતમાં અત્યાર સુધી કોરોનાના 122 મામલા સામે આવ્યા છે જ્યારે રાજ્યમાં 11 લોકો આ વાયરસના સંક્રમણના કારણે મૃત્યુ પામી ચૂક્યા છે.

ભોપાલમાં કાલે રાતે કોરોના વાયરસના કારમે 62 વર્ષીય વ્યક્તિનું મોત થયું. બોપાલમાં આ પહેલું મોત છે. સ્વાસ્થ્ય અધિકારીએ જણાવ્યું કે રાજ્યમાં કોરોના વાયરસના કારણે અત્યાર સુધી કુલ 15 મોત થઈ ચૂક્યાં છે. દેશની રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસથી સંક્રમણના 503 કેસ સામે આવ્યા છે. જ્યારે આ વાયરસના કારણે દિલ્હીમાં 7 લોકોના મોત થયાં છે. આ ઉપરાંત યૂપીમાં 227 કેસ સામે આવ્યા છે જેમાં 2 લોકોના મોત થઈ ચૂક્યાં છે.

અમેરીકામાં બગડ્યા હાલાત, પ્રાણીને કોરોના થવાનો પ્રથમ મામલો આવ્યો સામેઅમેરીકામાં બગડ્યા હાલાત, પ્રાણીને કોરોના થવાનો પ્રથમ મામલો આવ્યો સામે

તમિલનાડુમમાં 485 કેસ સામે આવ્યા છે જ્યારે કેરળમાં 306 કેસ સામે આવ્યા છે. દિલ્હીના નિજામુદ્દીન મરકજમાં તબલીગી જમાતના લોકોમાં સંક્રમણ મળી આવ્યા બાદ આ આંકડા તેજીથી વધી રહ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે દેશમાં કુલ સંક્રમિત દર્દીની સંખ્યાના 30 ટકા મામલા તબલીગી જમાત સાથે જોડાયેલા છે.

English summary
Coronavirus: Toll reaches 100 with 27 deaths reported in last 24 hours
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X