ગુજરાતે 6 દિવસમાં 2200 બેડની કોવિડ હોસ્પિટલ બનાવીને ચીનનો રેકોર્ડ તોડ્યો
ગુજરાતમાં કોરોના વાયરસથી પીડિત લોકોના ઈલાજ માટે 2200 બેડની કોવિડ હોસ્પિટલ બનાવવામાં આવી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગૃહરાજ્ય ગુજરાતમાં કોરોના વાયરસથી પીડિત લોકોના ઈલાજ માટે 2200 બેડની કોવિડ હોસ્પિટલ બનાવવામાં આવી છે. આ હોસ્પિટલ બનાવીને ગુજરાત સરકારે ચીનનો રેકોર્ડ તોડી દીધો છે. ચીને 10 દિવસમાં 1000 બેડની હોસ્પિટલ બનાવી હતી. વળી, ગુજરાતે એક અઠવાડિયાથી પણ ઓછા સમયમાં 2200 બેડની હોસ્પિટલ ઉભી કરી દીધી છે. તમને જણાવી દઈએ કે રાજ્ય સરકારે કોરોનાના કહેરનો સામનો કરવા માટે 21 માર્ચના રોજ સ્પેશિયલ કોવિડ હોસ્પિટલ બનાવવાની ઘોષણા કરી હતી. આ નિર્ણય પર ઑથોરિટીઝે તત્કાલ અમલ કર્યો.

ગુજરાતના 4 શહેરોમાં બની કોવિડ હોસ્પિટલ
દાવો છે કે અહીં માત્ર 6 દિવસમાં 2200 બેડની કોવિડ હોસ્પિટલ બનાવી દેવામાં આવી. ગુજરાત સરકારે રાજ્યના જે શહેરોમાં કોવિડ હોસ્પિટલ બનાવવાની ઘોષણા કરી હતી, તેમાં અમદાવાદમાં સૌથી મોટી 1200 બેડની, ત્યારબાદ સુરતમાં 500 બેડની, પછી વડોદરા-રાજકોટમાં 250-250 બેડની હોસ્પિટલ શામેલ છે. હવે આ હોસ્પિટલમાં કામ પણ શરૂ કરી દીધુ છે. કોરોના સામે લડી રહેલ દર્દીઓને અહીં ભરતી કરવામાં આવી રહ્યા છે.

WHO અને કેન્દ્ર સરકાર સાથે સંપર્કમાં
2200 બેડની હોસ્પિટલમાં બધા પ્રકારની સુવિધાઓ અને દવાઓ પૂરતી હોવાનુ જણાવવામાં આવી રહ્યુ છે. આ હોસ્પિટલ ડબ્લ્યુએચઓ અને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની ગાઈડલાઈન અનુસાર કામ કરી રહ્યા છે. ડૉક્ટર્સે કહ્યુ કે, કોરના પૉઝિટીવ દર્દીથી કોઈને સંક્રમણ ન થાય, એટલા માટે આ હોસ્પિટલમાં માત્ર કોરોનાથી સંક્રમિત દર્દીઓને જ ભરતી કરવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યુ કે અહીં પૂરી વ્યવસ્થા વિશ્વ આરોગ્ય સંગઠન - કેન્દ્રીય આરોગ્ય વિભાગની ગાઈડલાઈન અનુસાર કરવામાં આવી છે.

ચીને 10 દિવસમાં તૈયાર કરી હતી 1000 બેડવાળી હોસ્પિટલ
કોરના વાયરસના દર્દીઓ માટે ચીને પોતાની ક્ષમતાનુ પ્રદર્શન કરીને હુઓશેનશાનમાં 1000 બેડની હોસ્પિટલ 10 દિવસની અંદર બનાવી હતી. તેમનો દાવો છે કે કંસ્ટ્રક્શન વર્કર્સે દિવસ-રાત મહેનત કરીને આખી હોસ્પિટલ 8 દિવસમાં બનાવી દીધી હતી. જો કે તેમાં મશીન-ઈક્વિપમેન્ટ લગાવવામાં 48 કલાક લાગ્યા. તમને જણાવી દઈએ કે વુહાનમાં કોરોના વાયરસથી પ્રભાવિત લગભગ 15 શહેરોને બે અઠવાડિયા માટે બહારની દુનિયાથી સંપર્કવિહોણા કરી દેવામાં આવ્યા હતા.
-
રાજીવ ચંદ્રશેખરનો દાવો: કેરળમાં ભાજપના નેતૃત્વ હેઠળના NDAનો ઉદય થશે -
Uttarakhand News: દેહરાદૂન પુસ્તક મેળામાં ગઢવાલી અને કુમાઉની સાહિત્ય છવાયું, ૨૬ નવા પુસ્તકોનું વિમોચન થયું -
તમારી યાદશક્તિ વધારવા માટે પાંચ અસરકારક ટિપ્સ -
તમિલનાડુના મુખ્યમંત્રી મેટ્રો ટ્રેનમાં મુસાફરો સાથે સંવાદ કર્યો -
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
ભાજપના નેતા પીસી જ્યોર્જે FCRA સુધારા બિલ પસાર થવા અંગે કેથોલિક બિશપ્સની ટીકા કરી -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ?






Click it and Unblock the Notifications
