કોરોના કેસોમાં ઘટાડો, 24 કલાકમાં મળ્યા 10302 કેસ, સક્રિય દર્દી 531માં દિવસમાં સૌથી ઓછા

કોવિડ વેક્સીનેશનમાં મહારત મેળવી ચૂકેલા ભારતમાં કોરોના વાયરસના સંક્રમણના કેસ હવે ઘટી રહ્યા છે.

નવી દિલ્લીઃ કોવિડ વેક્સીનેશનમાં મહારત મેળવી ચૂકેલા ભારતમાં કોરોના વાયરસના સંક્રમણના કેસ હવે ઘટી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશભરમાંથી 10302 નવા કેસ નોંધવામાં આવ્યા. વળી, 11787 રિકવરી થઈ. સાથે જ કાલના દિવસે 267 લોકોના જીવ ગયા. નવા કેસ જોઈએ તો તે હજુ 10 હજારના ગ્રાફથી ઉપર છે. જેમાં કેરળમાં સૌથી વધુ દર્દીઓ સામે આવી રહ્યા છે. કેરળ એ જ રાજ્ય છે જ્યાં કોરોનાનો પહેલો દર્દી મળ્યો હતો. લગભગ 2 વર્ષ બાદ પણ કેરળ કોરોનાની સર્વાધિક માર સહન કરી રહ્યુ છે. આરોગ્ય મંત્રાલયના રિપોર્ટ મુજબ એકલા કેરળ રાજ્યમાં કોરોનાના 5754 નવા કેસ નોંધવામાં આવ્યા છે. આ ઉપરાંત 49 મોત થયા.

coronavirus

આરોગ્ય મંત્રાલય તરફથી જણાવવામાં આવ્યુ છે કે કેરળમાં કોરોનાના રોજ 5 હજારથી વધુ નવા કેસ નોંધવામાં આવી રહ્યા છે. જો કે, રાહતની વાત એ છે કે દેશભરમાં હવે સક્રિય કોરોના દર્દી દોઢ લાખના ગ્રાફથી નીચે આવી ગયા છે. રિપોર્ટ મુજબ સક્રિય દર્દીઓનો આંકડો 1,24,868 છે જે 531 દિવસમાં સૌથી ઓછો છે. રિકવરી રેટ 98.29% છે. વળી, કોરોના વાયરસના સંક્રમણના દેશભરમાં નોંધાયેલા કુલ કેસોની વાત કરીએ તો આ આંકડો 33909708 થઈ ગયો છે.

લોકોને વેક્સીનો કેટલો ડોઝ મળ્યો?

દેશભરમાં લોકોને વેક્સીનનો અત્યાર સુધી 1,15,79,69,274 ડોઝ આપવામાં આવી ચૂક્યો છે. જેમાંથી કાલના દિવસે 51,59,931 ડોઝ આપવામાં આવ્યો. વળી, અત્યાર સુધી કોરોનાથી રિકવર થનારનો આંકડો વધીને 33909708 પહોંચી ગયો છે. જેમાંથી કાલના જ દિવસે 11787 લોકો ડિસ્ચાર્જ કરવામાં આવ્યા. આ ઉપરાંત કોરોના ટેસ્ટની વાત કરીએ તો દેશભરમાં લાખો લોકોના સેમ્પલનુ પરીક્ષણ કરવામાં આવી રહ્યુ છે. પૂર્વોત્તર રાજ્ય મિઝોરમમાં છેલ્લા 24 કલાકમાં 336 નવા કેસ સામે આવ્યા. આ રાજ્યમાં કોવિડથી અત્યાર સુધી 475 લોકોના મોત નોંધવામાં આવ્યા છે. વળી, કુલ સક્રિય કેસ 5022 છે.

આ તરફ મૉલ અને થિયેટરો માટે અનુમતિ

મધ્ય પ્રદેશ સરકારે વેક્સીન સર્ટિફિકેટ બતાવનાર લોકોને મૉલ અને થિયેટરોમાં જવાની અનુમિત આપી દીધી છે. કોવિદ દિશાનિર્દેશોમાં છૂટ અપાતા ઈંદોરના એક મૉલમાં ફરવા ગયેલી યુવતીએ કહ્યુ કે આ એક સારો નિર્ણય છે. આનાથી બીજા લોકોને વેક્સીન લગાવવાની પ્રેરણા મળશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X