ભારતમાં નથી લાગી રહી કોરોના પર બ્રેક, 24 કલાકમાં 4120, લોકોના મોત અને 3.62 લાખ નવા કેસ
રોજ આવતા કોવિડ-19 કેસોમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે પરંતુ દૈનિક મોતના આંકડા પર કોઈ બ્રેક નથી લાગી રહી.
નવી દિલ્લીઃ દેશમાં કોરોના વાયરસના કેસ ઓછા થવાનુ નામ નથી લઈ રહ્યા. રોજ આવતા કોવિડ-19 કેસોમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે પરંતુ દૈનિક મોતના આંકડા પર કોઈ બ્રેક નથી લાગી રહી. છેલ્લા 24 કલાકમાં ફરીથી 4 હજારથી વધુ લોકોના મોત થયા છે. ગુરુવારે(13 મે)ના રોજ 24 કલાકમાં 3,62,727 નવા કોરોના કેસ સામે આવ્યા છે અને 4120 લોકોના મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં 3,52,181 લોકો કોવિડ-19થી રિકવર થઈ ગયા છે. દેશમાં કોરોનાથી અત્યાર સુધી 2,58,317 લોકોના મોત થયા છે. કુલ પૉઝિટીવ કેસોની સંખ્યા ભારતમાં હવે 2,37,03,665 થઈ ગઈ છે.

ભારતમાં 37.10 લાખ કોરોનાના સક્રિય કેસ
ગુરુવારે(13 મે) સવારે 8 વાગ્યા સુધી ભારતમાં કોવિડ-19 સક્રિય કેસોની સંખ્યા 37,10,525 થઈ ગઈ છે. વળી, 1,97,34,823 લોકો ડિસ્ચાર્જ થઈ ગયા છે. દેશમાં 16 જાન્યુઆરીથી શરૂ થયેલ વેક્સીનેશન અભિયાન હેઠળ 17,72,14,256 લોકોને કોરોના વેક્સીન લગાવવામાં આવી છે.
દેશભરમાં અત્યાર સુધી 30,94,585 લોકોની થઈ કોરોના તપાસ
ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદ(આઈસીએમઆર)ના જણાવ્યા મુજબ ભારતમાં 12 મે સુધી કોરોના વાયરસ માટે કુલ 30,94,48,585 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. વળી, બુધવારે(12 મે) એ એક દિવસમાં દેશભરમાં 18,63,594 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 3,62,727 લોકો કોરોના સંક્રમિત જોવા મળ્યા છે.












Click it and Unblock the Notifications
