Coronavirus Update: કોરોના ફરીથી વકર્યો, 24 કલાકમાં મળ્યા 4435 નવા દર્દી, સક્રિય કેસ 23000ને પાર

Coronavirus cases in India: કોરોના વાયરસના કેસોમાં બુધવારે મોટો વધારો જોવા મળ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસ સંક્રમણના 4435 નવા કેસ નોંધાયા છે.

આ નવા દર્દીઓ સાથે દેશમાં સક્રિય કેસની સંખ્યા વધીને 23091 થઈ ગઈ છે. કેન્દ્ર તરફથી કહેવામાં આવ્યુ છે કે સરકાર કોરોના વાયરસની સ્થિતિને લઈને સંપૂર્ણ રીતે સતર્ક છે અને લોકોએ ગભરાવાની જરૂર નથી.

Coronavirus

તમને જણાવી દઈએ કે મંગળવારે કોરોના વાયરસના દર્દીઓનો દૈનિક આંકડો 3038 હતો.જે પછી, એક દિવસમાં કોરોના વાયરસના કેસોમાં સીધો 46 ટકાનો વધારો થયો છે. આ નવા દર્દીઓ સાથે દેશમાં સક્રિય કેસની સંખ્યા વધીને 23091 થઈ ગઈ છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના નવા આંકડા બાદ દેશમાં સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા વધીને 44,733,719 થઈ ગઈ છે. તે જ સમયે, કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓનો રિકવરી રેટ હાલમાં 98.76 ટકા છે.અત્યાર સુધીમાં દેશભરમાં કોવિડ રસીના 220 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાની રસી લેનારા લોકોની સંખ્યા 1979 છે.

તમને જણાવી દઈએ કે4 એપ્રિલ દિલ્લીમાં એક વ્યક્તિનુ કોરોનાથી મોત થયુ હતુ. મહારાષ્ટ્રમાં 711 કેસના આગમન સાથે, કોરોનાને કારણે 4 લોકોના મોત થયા છે. ઉત્તરાખંડમાં 20 દિવસમાં કુલ ત્રણ લોકોના મોત થયા છે. પંજાબમાં પણ આરોગ્ય મંત્રાલયે છેલ્લા 24 કલાકના આંકડા જાહેર કર્યા અને જણાવ્યું કે હોશિયારપુર અને જલંધરમાં કોરોનાથી બે લોકોના મોત થયા છે અને 38 નવા કેસ નોંધાયા છે.

મંગળવારે (4 એપ્રિલ) જાહેર કરાયેલા આંકડા મુજબ દેશભરમાં મૃત્યુ પામેલા 9 કોરોના દર્દીઓમાંથી, દિલ્હી અને પંજાબમાં બે-બે મૃત્યુ, જમ્મુ-કાશ્મીર, મહારાષ્ટ્ર અને ઉત્તરાખંડમાં એક-એક મૃત્યુ થયુ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X