Coronavirus Update: 2 લાખથી નીચે પહોંચ્યા કોરોનાના સક્રિય કેસ, આજે મળ્યા 13,823 કેસ
કોરોના વાયરસની વેક્સીન આવ્યા બાદ આના સંક્રમણ માટે લોકોમાં થોડી રાહત જોવા મળી રહી છે.
Coronavirus Update: કોરોના વાયરસની વેક્સીન આવ્યા બાદ આના સંક્રમણ માટે લોકોમાં થોડી રાહત જોવા મળી રહી છે. છેલ્લા અમુક દિવસોથી રોજ કોરોનાના નવા કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયના લેટેસ્ટ આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના 13823 નવા કેસ સામે આવ્યા છે જ્યારે છેલ્લા 24 કલાકમાં 162 લોકોના કોરોનાના કારણે મોત થઈ ગયા છે.

આરોગ્ય મંત્રાલયે જે આંકડા જાહેર કર્યા છે તે અનુસાર દેશમાં હવે કોરોનાના સક્રિય કેસની સંખ્યા બે લાખથી ઓછી થઈ ગઈ છે. હવે દેશમાં કોરોનાના કુલ સક્રિય કેસ 197201 છે જ્યારે કોરોનાથી દેશમાં અત્યાર સુધી 152718 લોકોના મોત થઈ ચૂક્યા છે. વળી, દેશમાં કોરોનાના ટેસ્ટીંગની ગતિ પણ ઘણી વધી ગઈ છે. અત્યાર સુધી દેશમાં 18 કરોડથી વધુ લોકોના કોરોના ટેસ્ટ થઈ ચૂક્યા છે. આઈસીએમઆરના આંકડા અનુસાર દેશમાં 19 જાન્યુઆરી સુધી 18,85,66,947 લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવી ચૂક્યો છે. જ્યારે 19 જાન્યુઆરીએ 764120 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા.












Click it and Unblock the Notifications
