Coronavirus Update: ભારતમાં કોરોનાએ પકડ્યો વેગ, છેલ્લા 24 કલાકમાં સામે આવ્યા 6155 નવા દર્દી
Coronavirus Cases In India: ભારતમાં કોરોના વાયરસ સંક્રમણની સ્થિતિ ફરી એકવાર ગંભીર બની રહી છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કેસમાં વધારો થયો છે. લેટેસ્ટ માહિતી મુજબ દેશમાં 24 કલાકમાં કોરોનાના 6 હજાર 155 નવા દર્દીઓ સામે આવ્યા છે. કોરોના સંક્રમણને કારણે 11 લોકોએ જીવ ગુમાવ્યા છે.
કોરોના વાયરસના સંક્રમણના કારણે દર્દીઓની સંખ્યામાં વધારો થવાને કારણે લોકોની સાથે સરકાર પણ ચિંતિત છે. કોરોનાના વધતા જતા સંક્રમણને ધ્યાનમાં રાખીને આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી અને રાજ્યોને ઇમરજન્સી હૉટ સ્પૉટની ઓળખ કરવા તેમજ કોરોના ટેસ્ટ કરાવવા જણાવ્યુ હતુ.

મીડિયા રિપોર્ટ્સ મુજબ ભારતમાં કોરોના વાયરસ સંક્રમણ કેસોની સંખ્યા વધીને 4,47,51,259 થઈ ગઈ છે. શનિવારે કોરોના વાયરસના 6,155 નવા દર્દીઓ નોંધાયા હતા. શુક્રવારે કોવિડ 19ના 6050 નવા દર્દીઓ સામે આવ્યા હતા. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર, કોવિડ 19ને કારણે 11 નવા મોત થયા છે. વળી, દેશમાં કોરોના વાયરસના સક્રિય કેસોની સંખ્યા 31,194 છે.
સમાચાર મુજબ દેશમાં કોવિડ -19થી સંબંધિત મૃત્યુની કુલ સંખ્યા હવે વધીને 5,30,954 થઈ ગઈ છે. કોરોનાની વધતી જતી સ્થિતિને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોને ઈમરજન્સી હૉટસ્પૉટની ઓળખ કરવા અને ટેસ્ટ કરવા જણાવ્યુ છે. આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ એક બેઠકમાં રાજ્યોને જીનોમ ટેસ્ટિંગ વધારવા અને હૉસ્પિટલોમાં મૉક ડ્રીલ હાથ ધરવા નિર્દેશ આપ્યો હતો.












Click it and Unblock the Notifications
