Coronavirus Update: કોરોના વાયરસના કેસોમાં થયો ઘટાડો, છેલ્લા 24 કલાકમાં દેશમાં સામે આવ્યા 10,488 નવા કેસ

દેશમાં સતત કોરોના વાયરસના કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

નવી દિલ્લીઃ દેશમાં સતત કોરોના વાયરસના કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. રવિવારે આરોગ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોનાના 10,488 નવા કેસ સામે આવ્યા છે અને 313 લોકોના મોત થયા છે. વળી, 12,329 લોકો હૉસ્પિટલમાંથી રિકવર થઈને ઘરે પણ પાછા આવ્યા છે. દેશમાં હાલમાં સક્રિય કેસ 1,22,714 છે કે જે 532 દિવસમાં આવેલ સૌથી ઓછા કેસ છે. જ્યારે કુલ કેસોની સંખ્યા 3,45,413 સુધી પહોંચી ગઈ છે.

coronavirus

વળી, હૉસ્પિટલમાંથી રિકવર થનાર લોકોની સંખ્યા 3,39,22,037 થઈ ગઈ છે અને કુલ મોતનો આંકડો 4,65,662 પહોંચી ગયો છે અને હાલમાં 1,16,50,55,210 લોકોને કોરોનાની રસી લાગી ચૂકી છે. દૈનિક પૉઝિટિવિટી રેટ 0.98 ટકા અને સાપ્તાહિક પૉઝિટિવિટી રેટ 0.94 ટકા થઈ ગયો છે. ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદે માહિતી આપી છે કે 20 નવેમ્બર સુધી આખા દેશમાં કોરોનાના 63,16,49,378 સેમ્પલની તપાસ કરવામાં આવી છે જેમાં શનિવારે 10,74,099 સેમ્પલની તપાસ થઈ છે.

બંગાળમાં કોરોના વાયરસના 725 નવા કેસ આવ્યા સામે

જો રાજ્યોની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં પશ્ચિમ બંગાળમાં કોરોના વાયરસના 725 નવા કેસ સામે આવ્યા અને 12 લોકોના કોરોનાથી મોત થઈ ગયા છે. વળી, શનિવારે આસામમાં કોરોના વાયરસના 238 નવા કેસ સામે આવ્યા અને 5 લોકોના મોત કોવિડના કારણે થયા છે.

કોવિડ દેશમાંથી ખતમ થયો નથી, રહો સાવચેત

દેશમાં કોરોના કેસમાં ઘટાડો જરુર થયો છે પરંતુ હજુ પણ કોવિડ દેશમાંથી ખતમ થયો નથી માટે બધાએ કોરોના પ્રોટોકૉલનુ પાલન કરવુ ખૂબ જરૂરી છે કારણકે થોડી બેદરકારી મુસીબત બની શકે છે. તમને જણાવી દઈએ કે હાલમાં દિલ્લી સહિત દેશના ઘણા રાજ્યોમાં પ્રદૂષણથી ગ્રસિત છે અને તેમાં ઘટતુ તાપમાન અને વધતી ઠંડી કોરોનાના કેસ વધી શકે છે માટે દરેકે ઘણા સાવચેત રહેવાની જરૂર છે નહિતર લેવાના દેવા પડી શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X