Coronavirus Update: ફરીથી વધ્યા કોરોના દર્દી, 24 કલાકમાં 13,091 નવા કેસ, 340 મોત

ભારતમાં કોરોના મહામારી હજુ પણ કોહરામ મચાવી રહી છે. છેલ્લા 2 દિવસમાં કોરોના દર્દીઓમાં વધારો જોવા મળી રહ્યો છે.

નવી દિલ્લીઃ ભારતમાં કોરોના મહામારી હજુ પણ કોહરામ મચાવી રહી છે. અહીં રોજ 10 હજારથી વધુ નવા દર્દી સામે આવી રહ્યા છે. છેલ્લા 2 દિવસમાં કોરોના દર્દીઓમાં વધારો જોવા મળી રહ્યો છે. આરોગ્ય મંત્રાલયના રિપોર્ટ મુજબ છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોરોનાના 13,091 નવા કેસ સામે આવ્યા છે. આ સંખ્યા 2-3 દિવસમાં વધી છે. પહેલા આ આંકડો 10 હજાર સુધી જતો રહ્યો હતો. રાહતના સમાચાર એ છે કે દેશમાં સક્રિય દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. હવે દેશભરમાં કોરોનાના સક્રિય દર્દી દોઢ લાખથી ઓછી રહી ગયા છે. હાલમાં 1,38,556 દર્દી જ છે. વળી, રિકવર થનાર દર્દીઓની સંખ્યા નવા મળનાર દર્દીઓની તુલનામાં વધુ છે. આને રાહત તરીકે લઈ શકાય છે.

corona

ચિંતાની વાત - 10 હજારથી ઉપર આંકડો જવો

કોવિડ વેક્સીનેશનમાં મહારત મેળવવા છતાં ભારતમાં કોરોના વાયરસના સંક્રમણના કેસ 10 હજારથી ઉપર જ છ. જો કે, જે રાજ્યમાં દર્દી વધુ મળી રહ્યા છે ત્યાં ડૉક્ટર્સ દિવસ-રાત ઈલાજ કરવામાં લાગ્યા છે. કેરળ એ જ રાજ્ય છે જ્યાં દેશનો પહેલો દર્દી મળ્યો હતો અને હાલમાં અહીં જ સૌથી વધુ કેસ છે. લગભગ 2 વર્ષ પછી આજે પણ કેરળ કોરોનાની સર્વાધિક માર સહન કરી રહ્યુ છે. આરોગ્ય મંત્રાલયના રિપોર્ટ મુજબ ગઈ કાલે કેરળમાં 6 હજારથી વધુ નવા દર્દી મળ્યા છે. વળી, આખા દેશની વાત કરીએ તો 13 હજારથી વધુ નવા દર્દી મળ્યા છે.

રાહતની વાત - દેશમાં વેક્સીનેશન પૂરજોશમાં

ભારત સરકારની https://www.mohfw.gov.in/ વેબસાઈટ મુજબ દેશભરમાં લોકોને રોજના 50 લાખથી વધુ ડોઝ આપવામાં આવી રહ્યો છે. અત્યાર સુધી લોકોને વેક્સીનના 1,10,23,34,225 ડોઝ આપવામાં આવી ચૂક્યો છે. જેમાંથી કાલના દિવસે 57,54,817 ડોઝ આપવામાં આવ્યો છે. વળી, અત્યાર સુધી કોરોનાથી રિકવર થનાર દર્દીઓનો આંકડો વધીને 33800925 સુધી પહોંચી ગયો છે. જેમાંથી કાલના દિવસમાં 13878 લોકો ડિસ્ચાર્જ કરવામાં આવ્યા. સરકારનો દાવો છે કે રિકવરી રેટ વધ્યો છે અને હવે તે 98.25 ટકા છે.

તમને જણાવી દઈએ કે યુરોપમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. યુરોપમાં કોરોનાની સ્થિતિ ભયાનક થતી દેખાઈ રહી છે. હાલમાં વિશ્વ આરોગ્ય સંગઠન(WHO)ના જણાવ્યા મુજબ યુરોપમાં કોરોના વયારસનુ જોખમ હજુ પણ યથાવત છે. અહીં ગયા સપ્તાહમાં કોરોનાથી મરનાર લોકોની સંખ્યામાં 10 ટકાનો વધારો થયો છે. વળી, હવે ફ્રાંસમાં કોરોના વાયરસની 5મી લહેર શરૂ થઈ ગઈ છે ત્યારબાદ ત્યાંની સરકારે લોકોને ચેતવણી જાહેર કરી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X