Corona Updates: છેલ્લા 24 કલાકમાં દેશમાં સામે આવ્યા કોરોનાના 13,596 નવા કેસ, 166 દર્દીના મોત

દેશમાં કોરોના વાયરસના કેસોમાં ઘટાડો આવ્યો છે. જાણો લેટેસ્ટ આંકડા.

નવી દિલ્લીઃ દેશમાં કોરોના વાયરસના કેસોમાં ઘટાડો આવ્યો છે. સોમવારે આરોગ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલ આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોનાના 13,596 નવા કેસ સામે આવ્યા છે કે જે 230 દિવસમાં આવેલા સૌથી ઓછ કેસનો આંકડો છે જ્યારે 166 લોકોના મોત થયા છે. જ્યારે 19,582 લોકો હૉસ્પિટલથી રિકવર થઈને ઘરે પણ પાછા આવી ચૂક્યા છે. દેશમાં હાલમાં સક્રિય કેસ 1,89,694 છે. વળી, કુલ કેસનો આંકડો 3,40,81,315 થઈ ગયો છે. વળી, 4,51,290 લોકોના મોત થઈ ચૂક્યા છે જ્યારે 3,34,39,331 લોકો કોરોનાથી રિકવર પણ થયા છે.

corona

દેશમાં કોરોના વેક્સીનેશનનો આંકડો કાલ સુધી 97,79,47,783 સુધી પહોંચી ગયો છે. ભારતમાં કાલ સુધી કોવિડ માટે 9,89,493 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદ(ICMR)એ કહ્યુ છે કે શનિવાર સુધી કુલ 59,19,24,874 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવી ચૂક્યા છે.

મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 1715 નવા કેસ

હિમાચલ પ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં 131 નવા કોવિડ કેસ સામે આવ્યા છે. રાજ્યમાં સક્રિય કેસ 1303 છે. વળી જો મિઝોરમની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 249 નવા કેસ સામે આવ્યા અને 3 લોકોના મોત થયા છે. જ્યારે તમિલનાડુમાં છેલ્લા 24 કલાકમાં 1218 નવા કેસ સામે આવ્યા છે અને 15 લોકોના મોત થયા છે. જ્યારે મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 1715 નવા કેસ સામે આવ્યા છે અને 29 મોત નોંધવામાં આવ્યા છે.

દેશભરમાં રસીકરણ અભિયાન યુદ્ધના ધોરણે ચાલુ

ત્રીજી લહેર આવતા પહેલા દેશભરમાં રસીકરણ અભિયાન યુદ્ધના ધોરણે ચાલુ છે. અમુક વેક્સીનનુ બાળકો પર પણ ટ્રાયલ સફળ રહ્યુ પરંતુ ભારતમાં હજુ 18 વર્ષથી ઓછી આયુવર્ગને રસી મૂકવામાં નથી આવી રહી. કોવિડ ટાસ્ક ફોર્સના પ્રમુખ વીકે પૉલે કહ્યુ છે કે દેશમાં 18 વયજૂથના લોકોની વેક્સીન પર નિર્ણય સરકાર વૈજ્ઞાનિકોની સલાહ અને રસીની ઉપલબ્ધતા પર લેશે. આ દિશામાં કામ કરવામાં આવી રહ્યુ છે અને જલ્દી તેના પર નિર્ણય લેવામાં આવશે.

સૌએ સાવચેત રહેવાની જરુર

વિશ્વ આરોગ્ય સંગઠન(WHO)ના મુખ્ય વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામીનાથને કહ્યુ છે કે હાલમાં સ્થિતિ થોડી સચવાયેલી છે પરંતુ સહુના મગજમાં એ વાત મુખ્ય રીતે હોવી જોઈએ કે કોરોના વાયરસ ખતમ થયો નથી અને સહુએ સાવચેત રહેવાની જરૂર છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X