Coronavirus Update: છેલ્લા 24 કલાકમાં સામે આવ્યા 1.32 નવા કેસ, 2.31 લાખ દર્દી થયા રિકવર

દેશમાં કોરોના વાયરસથી થતા મોતની સંખ્યામાં એક વાર ફરીથી વધારો જોવા મળ્યો છે.

નવી દિલ્લીઃ દેશમાં કોરોના વાયરસથી થતા મોતની સંખ્યામાં એક વાર ફરીથી વધારો જોવા મળ્યો છે. કેન્દ્રીય આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 1,32,788 નવા કેસ સામે આવ્યા છે જ્યારે 3207 દર્દીઓના મોત થયા છે. વળી, આ દરમિયાન કોરોના વાયરસના 2,31,456 દર્દી રિકવર થઈને પોતાના ઘરે પાછા ગયા છે. નવા કેસ મળ્યા બાદ દેશમાં કોરોના વાયરસના કુલ કેસ વધીને 2,83,07,832 અને રિકવર દર્દીઓની સંખ્યા 2,61,79,085 થઈ ગઈ છે.

corona

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યુ કે કોરોના વાયરસના દર્દીઓનો રિકવરી રેટ સતત વધવાના કારણે દેશમાં સક્રિય કેસ ઘટીને 17,93,645 સુધી પહોંચી ગયો છે. વર્તમાન આંકડા મુજબ હાલમાં દેશમાં કોરોના વાયરસના દર્દીઓનો રિકવરી રેટ 92 ટકાથી ઉપર છે. જો કે કોરોના વાયરસથી થતા મોતનો આંકડો હજુ પણ ચિંતાજનક છે. કોરોના વાયરસના કારણે દેશમાં અત્યાર સુધી 3,35,102 લોકોના જીવ જઈ ચૂક્યા છે. વળી, દેશમાં ચાલી રહેલ રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધી કોરોના વાયરસનો કુલ 21,85,46,667 ડોઝ આપવામાં આવ્યો છે.

50 ટકા ઘટ્યા કોરોનાના સક્રિય કેસ

આ પહેલા મંગળવારે આરોગ્ય મંત્રાલયે પ્રેસ કૉન્ફરન્સ કરીને કહ્યુ કે દેશમાં રોજ સરેરાશ રીતે કોરોના વાયરસના લગભગ 20 લાખ સેમ્પલ ટેસ્ટ થઈ રહ્યા છે જેમાં પૉઝિટિવિટી રેટમાં સતત કમી આવી રહી છે. પ્રેસ કૉન્ફરન્સમાં કેન્દ્રીય આરોગ્ય સચિવ લવ અગ્રવાલે મંગળવારે જણાવ્યુ, 'દેશમાં કોરોના વાયરસના સક્રિય કેસ લગભગ 50 ટકા સુધી ઘટી ગયા છે. 30 રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ એવા છે જ્યાં છેલ્લા એક સપ્તાહ દરમિયાન કોરોના વાયરસના કેસોમાં ઘટાડો આવ્યો છે. આ એક પૉઝિટિવ ટ્રેન્ડ છે.'

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X