હજુ પણ ડરામણા છે કોરોનાના આંકડા, 24 કલાકમાં મળ્યા 14313 નવા દર્દી, 549 લોકોના મોત

ભારતમાં કોરોના વાયરસના સંક્રમણના હજુ પણ 10 હજારથી વધુ કેસ સામે આવી રહ્યા છે. જાણો લેટેસ્ટ આંકડા.

નવી દિલ્લીઃ વસ્તીની દ્રષ્ટિએ દુનિયાના સૌથી મોટા દેશ ભારતમાં કોરોના વાયરસના સંક્રમણના હજુ પણ 10 હજારથી વધુ કેસ સામે આવી રહ્યા છે. આના કારણે રોજના 500થી વધુ લોકોના જીવ પણ જઈ રહ્યા છે. વળી, સરકારનુ રસીકરણ અભિયાન જોરો પર ચાલી રહ્યુ છે. રોજ લાખો કોરોના ટેસ્ટ પણ થઈ રહ્યા છે. આરોગ્ય વિભાગે જણાવ્યુ કે છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોના વાયરસના 14,313 નવા કેસ આવ્યા છે. વળી, 13,543 દર્દીઓની રિકવરી થઈ છે અને 549 લોકોના કોરોનાથી મોત થયા છે.

covid

1.05,43,13,977 વેક્સીન ડોઝ આપવામાં આવી ચૂક્યા

હેલ્થ બુલેટીનના જણાવ્યા મુજબ ભારતમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા હવે 3,42,60,470 થઈ ગઈ છે. જેમાંથી સક્રિય કેસ 1,61,555 છે. આ ઉપરાંત કુલ રિકવરી 3,36,41,175 થઈ ગઈ છે. વળી, કુલ મોત 4,57,740 છે અને વેક્સીનેશનનો કુલ આંકડો 1,05,43,13,977 થઈ ચૂક્યો છે. આ દરમિયાન ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદ(ICMR) તરફથી જણાવવામાં આવ્યુ કે ભારતમાં કાલે કોરોના વાયરસ માટે 11,76,850 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા. આ સાથે કાલ સુધી કુલ 60,70,62,619 ટેસ્ટ કરવામાં આવી ચૂક્યા હતા.

આ રાજ્યોમાં હાલત હજુ પણ ખરાબ

આખા દેશમાં હાલમાં જે રાજ્યોમાં કોરોના સંક્રમણ ફેલાયેલુ છે તેમાં કેરળ ટૉપ પર છે. રિપોર્ટ મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 14,313 નવા કેસ આવ્યા અને 549 મોત થયા જેમાં કેરળમાં કાલે આવેલા કોરોના વાયરસના 7722 કેસ અને 86 મોત શામેલ છે. આરોગ્ય વિભાગે એ પણ જણાવ્યુ કે કેરળમાં સક્રિય કેસની સંખ્યા 78,722 છે એટલે કે ત્યાં મહામારી કાબુ થઈ શકી નથી.

બંગાળમાં મળ્યા હજારથી ઓછા નવા દર્દી

પશ્ચિમ બંગાળની વાત કરીએ તો ત્યાં કોરોના વાયરસના કાલે 982 નવા કેસ સામે આવ્યા. આ ઉપરાંત ત્યાં 860 રિકવરી અને 8 લોકોના કોરોનાથી મોત થયા. હવે સક્રિય કેસ 8223 છે અને કુલ કેસોની સંખ્યા 15,91,014 છે. આ રીતે ત્યાં કુલ ડિસ્ચાર્જ 15,63,678 છે અને કુલ મોત 19,113 થઈ ગઈ છે.

મિઝોરમમાં કોરોના વાયરસ

પૂર્વોત્તર ભારતીય રાજ્ય મિઝોરમમાં કોરોના વાયરસન 692 નવા કેસ સામે આવ્યા અને 427 મોત થઈ. ત્યાં હવે કુલ કેસ 1,20,780 છે અને સક્રિય કેસ 7107 છે. સાથે જ કુલ ડિસ્ચાર્જ 1,13,246 થયા છે. આસામની વાત કરીએ તો ત્યાં કોરોના વાયરસના 322 નવા કેસ સામે આવ્યા, 278 રિકવરી અને 3 લોકોના કોરોનાથી મોત થયા.

દિલ્લીના આંકડા જુઓ

દિલ્લીમાં છેલ્લા 24 કલાકમાં 37 નવા કેસ સામે આવ્યા, 48 રિકવરી થઈ. ખાસ વાત એ છે કે કાલે કોરોનાથી અહીં કોઈનુ મોત થયુ નથી. જો કે સંક્રમણના કુલ કેસ 14,39,788 સુધી પહોંચી ગયા છે. વળી, કુલ 25,091 લોકોના જીવ જઈ ચૂક્યા છે. કુલ ડિસ્ચાર્જ 14,14,363 થયા છે અને સક્રિય કેસ 334 છે.

કર્ણાટકમાં કાબુ થયો કોરોના

કર્ણાટકમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 381 નવા કેસ સામે આવ્યા. વળી, 305 દર્દી રિકવર થયા અને 7 મોત થયા. હાલમાં આ એવુ રાજ્ય છે જ્યાં મહામારી નિયંત્રણમાં છે કારણકે અહીં કોરોનાના કુલ 29,87,694 સુધી પહોંચી ગયા. જ્યારે સક્રિય કેસ 8626 બચ્યા છે. અહીં કુલ રિકવરી 29,40,978 થઈ અને મૃતકોની સંખ્યા 38,061 હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X