તહેવારોમાં જરા સાચવીને! 24 કલાકમાં ફરીથી વધ્યા કોરોના કેસ, 22431 નવા દર્દી, 318 લોકોના મોત

કોરોના વાયરસના દૈનિક કેસોમાં બે દિવસના ઘટાડા બાદ ગુરુવારે એક વાર ફરીથી મોટો વધારો જોવા મળ્યો.

નવી દિલ્લીઃ કોરોના વાયરસના દૈનિક કેસોમાં બે દિવસના ઘટાડા બાદ ગુરુવારે એક વાર ફરીથી મોટો વધારો જોવા મળ્યો અને નવા કેસ 22 હજારથી ઉપર રેકૉર્ડ કરવામાં આવ્યા. કેન્દ્રીય આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયે આંકડા જાહેર કરીને જણાવ્યુ કે છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 22,431 નવા કેસ મળ્યા છે જ્યારે 24,602 દર્દી રિકવર થયા છે. આ ઉપરાંત છેલ્લા એક દિવસમાં કોરોના વાયરસના કારણે 318 લોકોના જીવ ગયા છે અને મૃતકોનો આંકડો વધીને 4,49,856 થઈ ગયો છે. એવામાં આરોગ્ય મંત્રાલય તરફથી તહેવારની સિઝન દરમિયાન લોકોને સાર્વજનિક સ્થળોએ વિશેષ સાવચેતી રાખવાની અપીલ કરી છે.

Coronavirus

આરોગ્ય મંત્રાલયે જણાવ્યુ કે રાહતની એક મોટી વાત એ છે કે કોરોના વાયરસના દૈનિક કેસોના મુકાબલે રિકવર થનાર દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત કુલ 3,38,94,312 દર્દીઓમાં અત્યાર સુધી 3,32,00,258 દર્દી રિકવર થઈ ચૂક્યા છે. વળી, રિકવરી રેટ વધવાના કારણે સક્રિય દર્દીઓમાં પણ ઘટાડો થયો છે અને હાલમાં આ સંખ્યા ઘટીને 2,44,198 રહી ગઈ છે.

આ ઉપરાંત દેશમાં કોરોના વાયરસ મહામારી સામે રસીકરણ અભિયાન ઝડપથી ચાલી રહ્યુ છે જેમાં અત્યાર સુધી વેક્સીનનો કુલ 92,63,68,608 ડોઝ આપવામાં આવી ચૂક્યો છે. આમાંથી 43,09,525 રસી છેલ્લા 24 કલાકમાં આપવામાં આવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X