For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતમાં સામે આવ્યા કોરોનાના 3.46 લાખ નવા કેસ, આ જિલ્લામાં મળ્યા સર્વાધિક કેસ

છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 3.46 લાખ નવા કેસ સામે આવ્યા છે જ્યારે આ દરમિયાન 2600 લોકોના મોત થઈ ગયા. જાણો લેટેસ્ટ આંકડા.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ભારતમાં કોરોનાની ગતિ થમવાનુ નામ નથી લેતી. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 3.46 લાખ નવા કેસ સામે આવ્યા છે જ્યારે આ દરમિયાન 2600 લોકોના મોત થઈ ગયા. છેલ્લા 3 દિવસમાં ભારતમાં કોરોનાના લગભગ 9.94 લાખ નવા કેસ નોંધવામાં આવ્યા છે. શુક્રવારે સતત ચોથા દિવસે કોરોનાના કારણે ભારતમાં 2 હજારથી વધુ મોત નોંધવામાં આવ્યા. વળી, બ્રાઝિલમાં ગુરુવારે કોરોનાના 79,719 નવા કેસ સામે આવ્યા. આ દરમિયાન અમેરિકામાં 62,642 જ્યારે તુર્કીમાં 54,791 નવા કેસ નોંધવામાં આવ્યા. કોરોનાથી ગંભીર રીતે પ્રભાવિત અન્ય દેશોની સરખામણીમાં ભારતમાં કોરોનાના અનેક ગણા કેસ નોંધવામાં આવી રહ્યા છે. ગુરુવારે વિશ્વભરમાં નોંધવામાં આવેલ કોરોનાના 8.9 લાખ કેસોમાથી 37 ટકા કેસ એકલા ભારતમાં નોંધવામા આવ્યા છે.

બેંગલુરુ દેશમાં સૌથી વધુ સક્રિય કેસવાળો જિલ્લો

બેંગલુરુ દેશમાં સૌથી વધુ સક્રિય કેસવાળો જિલ્લો

જો ભારતની વાત કરીએ તો ભારતમાં કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત 10 શહેરોમાંથી 5 એકલા મહારાષ્ટ્રના છે. ભારતના 10 સૌથી વધુ પ્રભાવિત શહેરોમાં બેંગલુરુ, પૂણે, હૈદરાબાદ, મુંબઈ, નાગપુર, થાણે, લખનઉ, નાસિક, કમરુપ મેટ્રો(ગુવાહાટી) અને અમદાવાદ છે. જ્યારે મુંબઈ અને દિલ્લી કોરોનાના કેસો બાબતે રોજ આગળ રહે છે. બેંગલુરુ દેશમાં સૌથી વધુ સક્રિય કેસવાળો જિલ્લો બની ગયો છે. બેંગલુરુમાં કોરોનાના લગભગ 1.5 લાખ સક્રિય કેસ છે. બેંગલુરુ બાદ પૂણે એકમાત્ર એવો જિલ્લો છે જ્યાં કોરોનાના 1 લાખથી વધુ સક્રિય કેસ છે.

ઉત્તર પ્રદેશ, કેરળ, કર્ણાટક, દિલ્લી અને મહારાષ્ટ્રમાં કોરોનાના સર્વાધિક કેસ

ઉત્તર પ્રદેશ, કેરળ, કર્ણાટક, દિલ્લી અને મહારાષ્ટ્રમાં કોરોનાના સર્વાધિક કેસ

મહારાષ્ટ્રના જે પાંચ જિલ્લામાં કોરોનાના સૌથી વધુ કેસ છે તેમાં પૂણે, મુંબઈ, નાગપુર, થાણે અને નાસિક શામેલ છે. બેંગલુરુમાં સક્રિય કેસોની સંખ્યા બધા ચાર રાજ્યો - મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કેરળ અને કર્ણાટકથી વધુ છે. શુક્રવારે જે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોરોનાના સર્વાધિક કેસ સામે આવ્યા તેમાં કેરળ, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા, રાજસ્થાન, છત્તીસગઢ, હરિયાણા, ગુજરાત, બિહાર, મધ્ય પ્રદેશ, પંજાબ અને ચંદીગઢ શામેલ છે. રાજ્ય સ્તરે વાત કરીએ તો શુક્રવારે ઉત્તર પ્રદેશ, કેરળ, કર્ણાટક, દિલ્લી અને મહારાષ્ટ્રમાં કોરોનાના સર્વાધિક કેસ સામે આવ્યા. મહારાષ્ટ્રમાં શુક્રવારે કોરોનાના રેકૉર્ડ 66,836 નવા કેસ નોંધવામાં આવ્યા.

ભારતની મદદ નહિ કરે અમેરિકા, વેક્સીનનો કાચો માલ આપવાનો ઈનકારભારતની મદદ નહિ કરે અમેરિકા, વેક્સીનનો કાચો માલ આપવાનો ઈનકાર

મહારાષ્ટ્રમાં દેશના કોઈ પણ રાજ્યથી સૌથી વધુ મોત

મહારાષ્ટ્રમાં દેશના કોઈ પણ રાજ્યથી સૌથી વધુ મોત

વળી, કેરળ, દિલ્લી, કર્ણાટક, ઉત્તર પ્રદેશ રાજ્યોમાં પ્રત્યેકમાં કોરોનાના લગભગ 20 હજારથી વધુ કેસ નોંધવામાં આવ્યા. વળી, શુક્રવારે મહારાષ્ટ્રમાં દેશના કોઈ પણ રાજ્યથી વધુ મોત(773) થયા કે જે દેશમાં થયેલ કુલ મોતના 30 ટકા હતા. ત્યારબાદ ક્રમશઃ દિલ્લી(348), છત્તીસગઢ(219) બીજા તેમજ ત્રીજા સ્થાને રહ્યા. આ ઉપરાંત ઉત્તર પ્રદેશ, કર્ણાટક, ગુજરાતમાં શુક્રવારે 100થી વધુ મોત થયા. તમિલનાડુ, પંજાબ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ઝારખંડ, હરિયાણા, પશ્ચિમ બંગાળ અને બિહાર સહિત આઠ અન્ય રાજ્યોમાં શુક્રવારે 50થી વધુ મોત કોરોનાના કારણે થયા.

English summary
Coronavirus Update: New 3.46 lakh cases in last 24 hrs India, most cases found in Bengaluru
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X