કોરોનાના નવા કેસોમાં ફરીથી વધારો, છેલ્લા 24 કલાકમાં 3070 કેસ, 431ના મોત

દેશમાં કોરોનાના કેસ હજુ પણ વધવાના ચાલુ જ છે. અહીં જાણો આરોગ્ય મંત્રાલયના લેટેસ્ટ આંકડાઓ.

નવી દિલ્લીઃ દેશમાં કોરોનાના કેસ હજુ પણ વધવાના ચાલુ જ છે. આરોગ્ય મંત્રાલયના લેટેસ્ટ આંકડાઓ મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના 30570 નવા કેસ સામે આવ્યા છે જ્યારે 38303 લોકો કોરોનાથી રિકવર થઈને હૉસ્પિટલથી ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. કોરોનાથી છેલ્લા 24 કલાકમાં 431 લોકોના મોત થઈ ગયા છે. દેશમાં હજુ પણ કોરોનાના 342923 સક્રિય કેસ છે. અત્યાર સુધી 4,43,928 લોકોના કોરોનાથી મોત થઈ ચૂક્યા છે. દેશમાં કોરોના વેક્સીનની વાત કરીએ તો અત્યાર સુધી 76,57,17,137 ડોઝ આપવામાં આવી ચૂક્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વેક્સીનનો 64,51,423 ડોઝ આપવામાં આવી ચૂક્યો છે.

Recommended Video

નેશનલ કોરોના અપડેટ : ભારતમાં કોરોનાના 30,570 નવા કેસ નોંધાયા

corona

દિલ્લીમાં સતત આઠમાં દિવસે કોરોનાથી કોઈ મોત નહિ

દિલ્લીમાં બુધવારે જાહેર કરવામાં આવેલ આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસ સંક્રમણના 57 નવા કેસ સામે આવ્યા ત્યારબાદ અહીં સંક્રમિતોની સંખ્યા વધીને 14,38,345 થઈ ગઈ છે. રાહતની વાત એ છે કે દિલ્લીમાં સતત આઠમાં દિવસે કોરોના વાયરસના કારણે કોઈ દર્દીનો જીવ ગયો નથી અને મૃતકોની સંખ્યા 25,083 પર છે. અહીં કોરોના સંક્રમણનો દર 0.08 છે જ્યારે સક્રિય દર્દીઓની સંખ્યા 404 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં અહીં 53 દર્દીઓના રિકવર થયા બાદ હૉસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. અત્યાર સુધી અહીં કુલ 14,12,858 લોકો કોરોના વાયરસને મ્હાત આપી ચૂક્યા છે.

નેશનલ સેન્ટર ફૉર ડિસીઝના ડાયરેક્ટર સુજીત સિંહે કહ્યુ કે મહામારીએ મોટાભાગની ભવિષ્યવાણીઓને ખોટી સાબિત કરી છે પરંતુ આવતા છ મહિનામાં આપણે કોરોનાના અંત તરફ આગળ વધીશુ. ડૉક્ટર સિંહે કહ્યુ કે કોરોનાના અંતથી મારો અર્થ છે કે આપણે આ મહામારીને સરળતાથી સંભાળી શકીએ છીએ. સારી સુવિધા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરની મદદથી તેને વધુ સારી રીતે સંભાળી શકાય છે. જો કોરોનાથી મૃત્યુ દર અને ગંભીર રીતે બિમાર થનારા દર્દીઓના દરમાં ઘટાડો થાય તો આપણે આ બિમારીને મેનેજ કરી શકીએ છીએ. કેરળમાં કોરોનાના નવા કેસ છેલ્લા અમુક દિવસોથી સતત આવી રહ્યા છે પરંતુ હવે ત્યાં પણ સ્થિતિ સારી થઈ રહી છે. કોરોના મહામારી સામે રસીકરણ ઘણુ કારગર હથિયાર છે. એનસીડીસીના ચીફે કહ્યુ કે ભારતમાં કોરોનાનો કોઈ નવો વેરિઅંટ નથી. અમુક એક-બે નવા વેરિઅંટ દેશમાં કોરોનાની ત્રીજી લહેર નહિ લાવી શકે. જો કે તહેવારોના કારણે થોડી ચિંતા જરૂર રહેશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X