કોરોનાના કેસોમાં સતત ત્રીજા દિવસે ઘટાડો, 24 કલાકમાં સામે આવ્યા 3,57,229 નવા કેસ અને 3,20,289 દર્દી થયા રિકવર

દેશમાં કોરોના વાયરસના દૈનિક કેસોમાં સતત ત્રીજા દિવસે ઘટાડો નોંધવામાં આવ્યો છે. જાણો લેટેસ્ટ આંકડા.

નવી દિલ્લીઃ દેશમાં કોરોના વાયરસના દૈનિક કેસોમાં સતત ત્રીજા દિવસે ઘટાડો નોંધવામાં આવ્યો છે. કેન્દ્રીય આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયે મંગળવારે આંકડા જાહેર કરીને જણાવ્યુ કે છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 3,57,229 નવા કેસ રેકૉર્ડ કરવામાં આવ્યા છે. વળી, આ દરમિયાન કોરોના વાયરસના 3,20,289 દર્દી રિકવર થઈને પોતાના ઘરે પાછા ગયા છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ છેલ્લા એક દિવસમાં કોરોના વાયરસના કારણે 3449 લોકોના જીવ ગયા છે અને મૃતકોની કુલ સંખ્યા વધીને 2,22,408 સુધી પહોંચી ગઈ છે. નવા દર્દી મળ્યા બાદ દેશમાં કોરોના વાયરસના કુલ કેસ વધીને 2,02,82,833 થઈ ગયા છે જેમાંથી અત્યાર સુધી 1,66,13,292 દર્દી રિકવર થઈ ચૂક્યા છે.

coronavirus

આરોગ્ય મંત્રાલયે જણાવ્યુ કે દેશના અલગ-અલગ રાજ્યોમાં હાલમાં કોરોના વાયરસના 34,47,133 સક્રિય કેસ છે. આ પહેલા સોમવારે આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યુ કે દેશના ઘણા રાજ્યોમમાં કોરોના વાયરસના દૈનિક કેસોમાં ઘટાડો થયો છે. ઉલ્લેખનીય છે કે હાલમાં દેશમાં કોરોના વાયરસ સામે રસીકરણ અભિયાન પણ તેજીથી ચલાવવામાં આવી રહ્યુ છે. અત્યાર સુધીના આંકડા મુજબ દેશના અલગ અલગ ભાગોમાં કોરોના વાયરસ વેક્સીનનો કુલ 15,89,32,921 ડોઝ આપવામાં આવી ચૂક્યો છે.

મુંબઈમાં અત્યાર સુધીના સૌથી ઓછા કોરોના કેસ

સોમવારે એક રાહતના સમાચાર એ વખતે પણ આવ્યા જ્યારે મહારાષ્ટ્ર અને દિલ્લીમાં કોરોના વાયરસના દૈનિક કેસોમાં કમી જોવા મળી. મહારાષ્ટ્રમાં સોમવારે કોરોના વાયરસના 48,621 નવા કેસ રેકૉર્ડ કરવામાં આવ્યા જ્યારે 59,500 દર્દી રિકવર થઈને પોતાના ઘરે પાછા ગયા. વળી, મુંબઈમાં પણ અત્યાર સુધીના સૌથી ઓછા કોરોના કેસ નોંધવામાં આવ્યા. સોમવારે મુંબઈમાં કોરોના વાયરસના 2662 નવા કેસ આવ્યા જ્યારે 5746 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X