Covid 19: દેશમાં કોરોનાનો પ્રકોપ ચાલુ, 24 કલાકમાં સામે આવ્યા 379257 નવા કેસ, 3645 મોત

છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 3,79,257 નવા કેસ સામે આવ્યા છે. જાણો લેટેસ્ટ આંકડા.

નવી દિલ્લીઃ દેશમાં કોરોનાનુ પ્રચંડ રૂપ યથાવત છે. ગુરુવારે આરોગ્ય મંત્રાલય તરફથી જાહેર કરેલ આંકડાઓ મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 3,79,257 નવા કેસ સામે આવ્યા છે. નવા કેસો બાદ દેશમાં સંક્રમિતોની કુલ સંખ્યા 1,83,76,524 થઈ ગઈ છે. વળી, 24 કલાકની અંદર કોરોનાથી 3645 લોકોએ દમ તોડી દીધો છે ત્યારબાદ મોતનો આંકડો 2,04,832 સુધી પહોંચી ગયો છે. આવુ પહેલી વાર થયુ છે કે 24 કાલની અંદર સાડા ત્રણ લાખથી વધુ લોકોના મોત થઈ ગયા છે. ભારતમાં હવે સક્રિય કેસ 30,84,814 છે જ્યારે 1,50,86,878 લોકો રિકવર થઈને હોસ્પિટલમાંથી ઘરે જઈ ચૂક્યા છે. વળી, દેશમાં અત્યાર સુધી 15,00,20,648 લોકોને કોરોનાની રસી લગાવવામાં આવી ચૂકી છે.

coronavirus

વળી, ભારતમાં કાલ સુધી કોરોના વાયરસ માટે કુલ 28,44,71,979 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવી ચૂક્યા છે. દેશમાં કોરોના વેક્સીનેશન કાર્યક્રમ ઝડપથી ચાલી રહ્યો છે. ભારતમાં માત્ર 99 દિવસમાં 14 કરોડ લોકોને કોરોનાની રસી લગાવાઈ છે. સામાન્યથી લઈને ખાસ સુધી બધા આ મહામારીની ચપેટમાં છે. રાજસ્થાનના સીએમ અશોક ગહેલોત પણ કોરોના સંક્રમિત થઈ ગયા છે. તેમણે આજે સવારે ટ્વિટ કરીને પોતાના સંક્રમિત હોવાની માહિતી આપી છે.

સંકટની આ ઘડીમાં અમેરિકાએ મદદનો હાથ લંબાવ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને મીડિયા સાથે વાત કરીને કહ્યુ કે તેમણે પીએમ મોદી સાથે ફોન પર વાત કરી છે અને મહામારી સામે આ જંગમાં સંપૂર્ણપણે ભારતની મદદ કરવાનુ વચન આપ્યુ છે. તેમણે કહ્યુ કે અમેરિકા, ભારતને મદદ માટે કાચા માલ સાથે આખી એક સીરિઝ મોકલી રહ્યુ છે જેમાં રેમડેસિવિર સાથે અન્ય દવાઓ પણ છે કે જે આ બિમારી સામે લડવા માટે ભારત માટે મદદગાર સાબિત થશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X