કોરોના વાયરસના કેસોમાં વધારો યથાવત, 24 કલાકમાં 40120 નવા કેસ અને 585 દર્દીઓના મોત

ભારતમાં કોરોનાના 40 હજારથી વધુ કેસ છેલ્લા 24 કલાકમાં સામે આવ્યા છે. જાણો લેટેસ્ટ આંકડા.

નવી દિલ્લીઃ ભારતમાં કોરોનાના 40 હજારથી વધુ કેસ છેલ્લા 24 કલાકમાં સામે આવ્યા છે. આરોગ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલ લેટેસ્ટ આંકડાઓ મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 40120 નવા કેસ સામે આવ્યા છે જ્યારે 42295 લોકો રિકવર થઈને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. વળી, છેલ્લા 24 કલાકમાં 585 લોકોના કોરોનાથી જીવ જતા રહ્યા છે. આ સાથે જ દેશમાં હવે કોરોનાના કુલ સક્રિય કેસ 385227 છે જ્યારે અત્યાર સુધી ભારતમાં કોરોનાથી 430254 લોકોના મોત થઈ ચૂક્યા છે. અત્યાર સુધી દેશમાં કોરોના સંક્રમણના કુલ 3,21,17,826 કેસ સામે આવી ચૂક્યા છે જેમાંથી 3,13,02,345 લોકો રિકવર થઈ ચૂક્યા છે.

Recommended Video

નેશનલ કોરોના અપડેટ : દેશમાં કોરોના 40 હજાર પોઝિટિવ કેસ નોંધાયા

coronavirus

દેશમાં કોરોના રસીકરણની વાત કરીએ તો અત્યાર સુધી દેશમાં કુલ 52.95 કરોડ કોરોના વેક્સીનનો ડોઝ આપવામાં આવી ચૂક્યો છે. છેલ્લા 24 કલાકમાં 57,31,574 કોરોના વેક્સીનનો ડોઝ આપવામાં આવી ચૂક્યો છે. દેશમાં કુલ સક્રિય કેસ અત્યાર સુધી આવેલા સંક્રમણના માત્ર 1.20 ટકા છે કે જે માર્ચ 2020થી અત્યાર સુધી સૌથી ઓછા છે. વળી, રિકવરી રેટની વાત કરીએ તો તે 97.46 ટકા છે. દેશમાં કોરોના ટેસ્ટીંગને પણ સતત ઝડપી બનાવાઈ રહ્યુ છે અને અત્યાર સુધી 48.94 કરોડ કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવી ચૂક્યા છે.

ઉલ્લેખનીય છે કે મુંબઈમાં કોવિડ-19ના ડેલ્ટા વેરિઅંટ પ્લસ વેરિઅંટથી પહેલુ મોત થયુ છે. મૃતક 63 વર્ષીય મહિલા છે જેમણે વેક્સીનના બંને ડોઝ લીધા હતા. 21 જુલાઈએ તે કોવિડ પૉઝિટિવ મળી આવ્યા હતા અને 27 જુલાઈએ તેમનુ નિધન થઈ ગયુ. મહિલાને ડાયાબિટીઝ સહિત ઘણી બિમારીઓ હતી. તે મુંબઈના સાત દર્દીઓમાંના એક હતા જે હાલમાં જ ડેલ્ટા પ્લસ વેરિઅંટથી ગ્રસ્ત જોવા મળ્યા હતા. કેરળમાં પણ ગુરુવારે કોરોના સંક્રમણના 21,455 નવા કેસ સામે આવ્યા બાદ રાજ્યમાં સંક્રિતોની સંખ્યા વધીને 36,31,638 થઈ ગઈ છે. રાજ્ય સરકારે જણાવ્યુ છે કે છેલ્લા 24 કલાકમાં સંક્રમણથી 160 લોકોના મોત થયા ત્યારબાદ રાજ્યમાં કોવિડ-19ના કારણે મરનારની સંખ્યા 18,280 થઈ ગઈ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X