19 મહિના બાદ સૌથી મોટો ઘટાડો, 24 કલાકમાં મળ્યા કોરોનાના 5784 કેસ અને 7995 દર્દી રિકવર
ભારતમાં કોરોના મહામારીનો પ્રકોપ ઘટી રહ્યો છે. હવે અહીં 19 મહિના પછી કોરોના કેસોમાં સૌથી મોટો ઘટાડો નોંધવામાં આવ્યો છે. જાણો લેટેસ્ટ આંકડા.
નવી દિલ્લીઃ ભારતમાં કોરોના મહામારીનો પ્રકોપ ઘટી રહ્યો છે. હવે અહીં 19 મહિના પછી કોરોના કેસોમાં સૌથી મોટો ઘટાડો નોંધવામાં આવ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યુ કે છેલ્લા 24 કલાક દરમિયાન ભારતમાં 5784 નવા કેસ સામે આવ્યા. જ્યારે 7995 રિકવર થયા અને 252 મોત થયા. આ ઉપરાંત કોરોના સંક્રમણના કુલ કેસોની સંખ્યા 3,47,03,644 સુધી જઈ પહોંચી છે. જેમાંથી અત્યાર સુધી કુલ 3,41,38,763 લોકો રિકવર થઈ ચૂક્યા છે.

સક્રિય દર્દીઓની સંખ્યા 90 હજારથી ઓછી
આરોગ્ય મંત્રાલય પાસેથી મળેલી માહિતી મુજબ હાલમાં દેશભરમાં કોરોનાના 88,993 સક્રિય દર્દી છે. વિશેષજ્ઞોનુ કહેવુ છે કે આ દેશ માટે રાહતની વાત છે કે હવે કોરોના વાયરસના સંક્રમણના સક્રિય દર્દીઓની સંખ્યા 1 લાખથી ઓછી છે. ગયા મહિને આ સંખ્યા 1 લાખથી વધુ હતી. વળી, દેશનો કોવિડ રિકવરી રેટ હવે 98.37 ટકા છે. અત્યાર સુધી કુલ 3,40,97,388 લોકો રિકવર થઈ ચૂક્યા છે. વળી, રોજ મળતા નવા કેસ જોઈએ તો તે અત્યારે 5 હજારના ગ્રાફથી ઉપર છે. અહીં વિવિધ રાજ્યોમાં રોજ સેંકડો નવા કોરોના દર્દી મળી રહ્યા છે અને હજારો રિકવર પણ થઈ રહ્યા છે.
વેક્સીનનો આટલો ડોઝ મળ્યો
દેશભરમાં લોકોને વેક્સીનનો અત્યાર સુધી 1,33,88,12,577 ડોઝ આપવામાં આવી ચૂક્યો છે. જેમાંથી કાલના દિવસે 66,98,601 ડોઝ આપવામાં આવ્યો છે. વળી, અત્યાર સુધી કોરોનાથી રિકવર થનાર લોકોનો આંકડો વધીને 3,41,38,763 સુધી પહોંચી ગયો છે. જેમાંથી કાલના દિવસે 7995 લોકો ડિસ્ચાર્જ કરવામાં આવ્યા. આ ઉપરાંત કોરોના ટેસ્ટની વાત કરીએ તો દેશભરમાં લાખો લોકોના સેમ્પલનુ પરીક્ષણ કરવામાં આવી રહ્યુ છે.
ક્યાં મળ્યા સૌથી વધુ કોરોના દર્દી
દેશમાં સૌથી વધુ કોરોના વાયરસના દર્દી કેરળમાંથી સામે આવી રહ્યા છે. કેરળ એ જ રાજ્ય છે જ્યાં દેશનો પહેલો કોરોના દર્દી સામે આવ્યો હતો. લગભગ 2 વર્ષ પછી પણ કેરળ કોરોનાની સર્વાધિક માર સહન કરી રહ્યુ છે. આરોગ્ય મંત્રાલયના રિપોર્ટ મુજબ કાલે કેરળ રાજ્યથી કોરોનાના 2077 નવા કેસ નોંધવામાં આવ્યા છે. આ ઉપરાંત 203 મોત થયા. અત્યાર સુધી અહીં 43170 મોત થઈ ચૂક્યા છે. પૂર્વોત્તર ભારતીય રાજ્ય મિઝોરમમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 37 નવા કેસ સામે આવ્યા. આ રાજ્યમાં કોવિડથી અત્યાર સુધી લગભગ 523 લોકોના મોત થઈ ચૂક્યા છે. વળી, કુલ સક્રિય કેસ 2858 છે.












Click it and Unblock the Notifications
