જોખમ વધ્યુ! 24 કલાકમાં મળ્યા 6650 નવા કોરોના દર્દી, ઓમિક્રૉનના કેસ વધીને થયા 358
દેશમાં કોરોના વાયરસના દૈનિક કેસોમાં થઈ રહેલ ઉતાર-ચડાવે ત્રીજી લહેરના જોખમને વધારી દીધુ છે.
નવી દિલ્લીઃ દેશમાં કોરોના વાયરસના દૈનિક કેસોમાં થઈ રહેલ ઉતાર-ચડાવે ત્રીજી લહેરના જોખમને વધારી દીધુ છે. કેન્દ્રીય આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા મુજબ છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં કોરોના વાયરસના 6650 નવા કેસ મળ્યા છે જ્યારે 7051 દર્દી રિકવર થયા છે. આ ઉપરાંત છેલ્લા એક દિવસ દરમિયાન કોરોના વાયરસના કારણે 374 લોકોના જીવ ગયા છે. વળી, દેશમાં ઓમિક્રૉનના કેસ પણ ઝડપથી વધી રહ્યા છે અને આ નવા વેરિઅંટથી સંક્રમિત કુલ દર્દીઓની સંખ્યા વધીને 358 થઈ ગઈ છે.

આરોગ્ય મંત્રાલયે જણાવ્યુ કે કોરોના વાયરસના દર્દીઓનો રિકવરી રેટ વધવાના કારણે દેશમાં સક્રિય દર્દીઓની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે અને હાલમાં આ સંખ્યા 77,516 છે. કોરોના વાયરસથી અત્યાર સુધી કુલ 3,42,15,977 દર્દી રિકવર થઈ ચૂક્યા છે. આ ઉપરાંત દેશમાં ચાલી રહેલ રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધી અળગ-અલગ રાજ્યોમાં કોરોના વાયરસ વેક્સીનના કુલ 1,40,31,63,063 ડોઝ આપવામાં આવી ચૂક્યા છે.
'નહિતર ત્રીજી લહેરથી પણ વધુ ભયાનક હશે'
તમને જણાવી દઈએ કે દેશમાં ઓમિક્રૉનના વધતા કેસોને જોતા ગુરુવારે અલાહાબાદ હાઈકોર્ટે પણ ચૂંટણી આયોગને અપીલ કરી કે ઉત્તર પ્રદેશની વિધાનસભા ચૂંટણીને હાલમાં એક કે બે મહિના માટે ટાળી દેવામાં આવે. આ ઉપરાંત હાઈકોર્ટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અપીલ કરીને કહ્યુ કે ઓમિક્રૉનના જોખમને ધ્યાનમાં રાખીને ચૂંટણી રેલીઓ પર રોક લગાવવામાં આવે. એક અન્ય કેસમાં સુનાવણી કરીને અલાહાબાદ હાઈકોર્ટના જસ્ટીસ શેખર યાદવે કહ્યુ, 'જો ચૂંટણી રેલીઓને રોકવામાં ન આવી તો પરિણામ કોરોના વાયરસ મહામારીની બીજી લહેરથી પણ વધુ ભયાનક હશે. જાન હે... તો જહાન હે.' ઉલ્લેખનીય છે કે યુપી વિધાનસભાનો કાર્યકાળ માર્ચ 2022માં ખતમ થવા જઈ રહ્યો છે.












Click it and Unblock the Notifications
