કોરોનાનુ જોખમ યથાવત! 24 કલાકમાં મળ્યા 6984 કેસ અને 247 લોકોના મોત

કોરોના વાયરસના કેસોમાં સતત મંગળવારે દેખાયેલા એક મોટા ઘટાડા બાદ બુધવારે દર્દીઓની સંખ્યા ફરીથી વધી ગઈ છે.

નવી દિલ્લીઃ કોરોના વાયરસના કેસોમાં સતત મંગળવારે દેખાયેલા એક મોટા ઘટાડા બાદ બુધવારે દર્દીઓની સંખ્યા ફરીથી વધી ગઈ છે. કેન્દ્રીય આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયે આંકડા જાહેર કરીને જણાવ્યુ કે છેલ્લા 24 કલાકની અંદર દેશમાં કોરોના વાયરસના 6984 નવા કેસ સામે આવ્યા છે જ્યારે 247 દર્દીઓના મોત થયા છે. આ પહેલા મંગળવારે કોરોના વાયરસના દૈનિક કેસોની સંખ્યા 5784 હતી. જો કે રાહતની વાત એ છે કે કોરોનાથી રિકવર થનાર દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે અને છેલ્લા એક દિવસમાં 8168 દર્દીઓ રિકવર થયા છે.

corona

આરોગ્ય મંત્રાલયે જણાવ્યુ કે કોરોના વાયરસથી અત્યાર સુધી કુલ 3,41,46,931 દર્દીઓ રિકવર થઈ ચૂક્યા છે. કોરોના વાયરસના દર્દીઓનો રિકવરી રેટ વધવાથી સક્રિય દર્દી પણ ઘટ્યા છે અને હાલમાં આ આંકડો ઘટીને 87,562 સુધી પહોંચી ગયો છે. આ ઉપરાંત કોરોના વાયરસના કારણે અત્યાર સુધી કુલ 4,76,135 લોકોના જીવ ગયા છે. વળી, કોરોના મહામારી સામે દેશભરમાં રસીકરણ અભિયાન ચાલુ છે અને અત્યાર સુધી વેક્સીનનો કુલ 1,34,61,14,483 ડોઝ આપવામાં આવી ચૂક્યો છે.

તમને જણાવી દઈએ કે હજુ પણ દક્ષિણ ભારતીય રાજ્ય કેરળમાં કોરોના વાયરસના સૌથી વધુ કેસ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ દેશભરમાં કુલ 6984 કેસોમાથી 3377 કેસ એકલા કેરળમાં મળ્યા છે. આ ઉપરાંત છેલ્લા એક દિવસમાં કેરળની અંદર કોરોના વાયરસના કારણે 28 લોકોના જીવ ગયા છે.

બીજી તરફ કોરોના વાયરસના નવા વેરિઅંટ ઓમિક્રૉનના કેસ પણ દેશમાં સતત વધી રહ્યા છે. મંગળવારે દિલ્લી અને રાજસ્થાનમાં ઓમિક્રૉન વેરિઅંટના 4-4 નવા કેસ મળ્યા, ત્યારબાદ દેશમાં આ વેરિઅંટથી સંક્રમિત કુલ દર્દીઓની સંખ્યા વધીને 49 થઈ ગઈ છે. જો કે, દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યુ કે સરકાર સ્થિતિ પર પૂરી નજર રાખી રહ્યુ છે અને જો જરુર પડી તો પ્રતિબંધ વધારવામાં આવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X