કોરોના અપડેટઃ છેલ્લા 24 કલાકમાં 7447 નવા કેસ, 391 દર્દીઓના ગયા જીવ
ભારતમાં કોરોના વાયરસના નવા વેરિઅંટ ઓમિક્રૉનનુ જોખમ વધી રહ્યુ છે. જાણો લેટેસ્ટ આંકડા.
નવી દિલ્લીઃ ભારતમાં કોરોના વાયરસના નવા વેરિઅંટ ઓમિક્રૉનનુ જોખમ વધી રહ્યુ છે. આ દરમિયાન કોરોનાના દૈનિક આંકડામાં ચડાવ-ઉતાર ચાલુ છે. શુક્રવાર(17 ડિસેમ્બર)ના રોજ ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 7447 નવા કેસ સામે આવ્યા છે. વળી, 7886 લોકો કોવિડ-19થી રિકવર થયા છે. વળી, છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 391 લોકોના મોત થઈ ગયા છે. દેશમાં સક્રિય કેસોની કુલ સંખ્યા 86 હજાર 415 છે. દેશમાં કોરોનાથી અત્યાર સુધી થયેલ મોતનો આંકડો 4 લાખ 76 હજાર 869 છે. કોવિડ-19થી અત્યાર સુધી કુલ રિકવરીની સંખ્યા 3,41,62,765 છે. વળી, કોરોનાના કુલ કેસોની સંખ્યા 3,41,62,765 છે.

દેશમાં કોરોના વેક્સીનેશનનો આંકડો 1,35,99,96,267 છે. ભારતમાં 16 જાન્યુઆરી, 2021થી કોરોના વેક્સીનેશન અભિયાનની શરુઆથ થઈ હતી. ભારતમાં કાલે કોરોના વાયરસ મમાટે 12,59,932 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદના જણાવ્યા મુજબ અત્યાર સુધી કુલ મળીને ભારતમાં કોરોના તપાસ માટે કુલ 66,15,07,694 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવી ચૂક્યા છે.












Click it and Unblock the Notifications
