ભારતમાં કોરોનાઃ 24 કલાકમાં મળ્યા 7974 દર્દી, 7948 રિકવર, 343 લોકોના ગયા જીવ
કોરોના વાયરસના નવા વેરિઅંટ ઓમિક્રૉનના કેસ વધવા સાથે-સાથે જ કોરોના વાયરસના જૂના વેરિઅંટથી પણ ઘણા લોકો સંક્રમિત થઈ રહ્યા છે.
નવી દિલ્લીઃ કોરોના વાયરસના નવા વેરિઅંટ ઓમિક્રૉનના કેસ વધવા સાથે-સાથે જ કોરોના વાયરસના જૂના વેરિઅંટથી પણ ઘણા લોકો સંક્રમિત થઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં નવા સામે આવેલા દર્દીઓની સંખ્યા વધી છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર કાલે દેશમાં 7,974 નવા દર્દી મળ્યા. આ ઉપરાંત 24 કલાકમાં 7948 રિકવરી થઈ. જ્યારે 343 લોકોના મોત થઈ ગયા.

દેશભરમાં હવે કોરોના વાયરસના 87,245 સક્રિય દર્દી છે. આ સંખ્યા ઘટી રહી છે. વળી, વેક્સીનેશનનો લાભ લેનાર લોકોની સંખ્યા વધી રહી છે. અત્યાર સુધી સરકારી રેકૉર્ડમાં 1,35,25,36,986 વેક્સીનનો ડોઝ લોકોને આપવામાં આવી ચૂક્યો છે. રોજ લાખો લોકોને વેક્સીન લગાવવામાં આવી રહી છે. જો કે, ભારતમાં કોરોનાથી થતા મોતની સંખ્યા વધી રહી છે. અત્યાર સુધી મોતનો આંકડો 4,76,478 સુધી પહોંચી ગયો છે. આ ઉપરાંત રિકવરી 3,41,54,879 થઈ છે.
કોરોના વાયરસના નવા વેરિઅંટ ઓમિક્રૉનની વાત કરીએ તો દેશભરતમાં તેના કુલ કેસોની સંખ્યા વધીને 73 થઈ ગઈ છે. ચિંતાની વાત એ છે કે બુધવારે કોરોનાનો આ ખતરનાક વેરિઅંટ પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં પણ પહોંચી ગયો. આ સાથે કુલ પ્રભાવિત રાજ્ય 11 થઈ ગયા છે. સરકારનુ કહેવુ છે કે આમાં સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં છે. મંત્રાલય સાથે જોડાયેલા એક અધિકારીએ જણાવ્યુ કે ડિસેમ્બરના અંત સુધી ઓમિક્રૉન વેરિઅંટ લઈને સ્થિતિ સ્પષ્ટ થઈ જશે.
બુધવારે તમિલનાડુમાં પણ ઓમિક્રૉનનો પહેલો કેસ સામે આવ્યો છે. કાલે ત્રણ રાજ્યો - તમિલનાડુ, તેલંગાના અને પશ્ચિમ બંગાળમાં ઓમિક્રૉનના કેસ મળ્યા છે જેનાથી ભારતમાં કુલ ઓમિક્રૉનની સંખ્યા 73 થઈ ગઈ છે. બંગાળમાં સાત વર્ષના બાળકમાં ઓમિક્રૉનના કેસ મળ્યા છે. તે હાલમાં જ પોતાના પરિવારવાળા સાથે અબૂ ધાબીથી ભારત આવ્યો હતો.
સરકારનુ કહેવુ છે કે અત્યારે તેમની પ્રાથમિકતા એ છે કે વયસ્કોમાં વેક્સીનના બીજા ડોઝનુ કવરેજ વધારવામાં આવે. માનવામાં આવી રહ્યુ છે કે આમાં એ લોકો પણ શામેલ થશે જે રિસ્ક પર છે. સરકારી આંકડાઓ મુજબ કાલ સુધી દેશભરમાં 135 કરોડ ડોઝ લગાવવામાં આવી ચૂક્યો છે. 87.5 ટકા લોકોને પહેલો ડોઝ મળી ગયો છે જ્યારે 56 ટકા લોકોને બંને ડોઝ લાગી ચૂક્યો છે. દેશભરમાં છેલ્લા 24 કલાકરમાં 60,12,425 ડોઝ આપવામાં આવ્યો.












Click it and Unblock the Notifications
