Coronavirus Update: 24 કલાકમાં મળ્યા 7992 નવા દર્દી, દેશભરમાં 393 મોત, 9 હજાર રિકવરી

ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 7992 નવા દર્દી મળ્યા છે. જાણો લેટેસ્ટ અપડેટ.

નવી દિલ્લીઃ ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 7992 નવા દર્દી મળ્યા છે. વળી, 9265 લોકો સંક્રમણથી મુક્ત પણ થયા. આ ઉપરાંત કાલે દેશભરમાં કોરોનાના કારણે 393 લોકોના મોત થયા. આ માહિતી આજે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આપી. આરોગ્ય મંત્રાલય તરફથી જણાવવામાં આવ્યુ કે દેશમાં કોરોના વાયરસના સક્રિય કેસો હાલમાં 93,277 છે કે જે 559 દિવસોમાં સૌથી ઓછા છે.

corona

અત્યાર સુધી દેશમાં કોરોનાના કુલ 3,46,82,736 કેસ સામે આવી ચૂક્યા છે. વળી, કુલ રિકવરી 3,41,14,331 થઈ ચૂકી છે. સાથે જ કુલ વેક્સીનેશન 1,31,99,92,482 થઈ ગયુ છે. કાલના જ દિવસમાં 70 લાખથી વધુ વેક્સીનનો ડોઝ લગાવવામાં આવ્યો છે. રોજ દેશભરમાં લાખો લોકોોને વેક્સીનો ડોઝ આપવામાં આવી રહ્યો છે. ભારત દુનિયાનો પહેલો એવો લોકતાંત્રિક દેશ છે જ્યાં સૌથી વધુ લોકોને વેક્સીન લગાવવામાં આવી છે.

આરોગ્ય વિભાગ તરફથી એ પણ જણાવવામાં આવ્યુ છે કે ભારતમાં કોરોનાથી જીવ ગુમાવનાર લોકોની સંખ્યા અમેરિકાથી લગભગ અડધી છે. અહીં અત્યાર સુધી કુલ 4,75,128 મોત નોંધવામાં આવ્યા છે. આ ઉપરાંત કોરોનાના સક્રિય દર્દી હવે 93,277 છે. અમુક દિવસો પહેલા સુધી દેશમાં 1 લાખથી વધુ સક્રિય દર્દી હતા. હવે તેજીથી રિકવરી થઈ રહી છે. હાલમાં રિવકરી રેટ 98.36 ટકા છે.

કેરળમાં મળી રહ્યા છે સૌથી વધુ કોરોના દર્દી

કેરળમાં કોરોનાના સૌથી વધુ દર્દી સામે આવી રહ્યા છે. આ એ જ રાજ્ય છે જ્યાં દેશનો પહેલો કોરોના દર્દી મળ્યો હતો. લગભગ 2 વર્ષ પછી પણ કેરળ કોરોનાની સર્વાધિક માર સહન કરી રહ્યુ છે. આરોગ્ય મંત્રાલયના લેટેસ્ટ રિપોર્ટ મુજબ કાલે કેરળ રાજ્યમાંથી કોરોનાના 1204 નવા કેસ નોંધવામાં આવ્યા. આ ઉપરાંત 340 મોત થયા. અત્યાર સુધી અહીં 42579 મોત થઈ ચૂક્યા છે. સક્રિય દર્દીઓની સંખ્યા 39998 છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X