કોરોના અપડેટઃ ભારતમાં છેલ્લા 24 કલાકમાં 9119 નવા કેસ, 396 દર્દીઓના થયા મોત

ભારતમાં કોરોના વાયરસના કેસો હવે સ્થિર થઈ ગયા છે. જાણો લેટેસ્ટ આંકડો.

નવી દિલ્લીઃ ભારતમાં કોરોના વાયરસના કેસો હવે સ્થિર થઈ ગયા છે. ગુરુવારે(25 નવેમ્બર)ના રોજ આરોગ્ય મંત્રાલયના આંકડાઓ મુજબ ભારતમાં છેલ્લા 24 કલાકમાં 9119 નવા કોરોના વાયરસ કેસ સામે આવ્યા છે. વળી, આ દરમિયાન છેલ્લા 24 કલાકમાં 10,264 લોકો રિકવર થયા છે અને 396 દર્દીઓના મોત થયા છે. દેશમાં કોરોના વાયરસના સક્રિય કેસોની સંખ્યા 1,09,940 છે જે છેલ્લા 539 દિવસોમાં સૌથી ઓછા છે.

coronavirus

દેશમાં કોરોનાથી અત્યાર સુધી કુલ રિકવરી 3,39,67,962 છે. કોરોનાના સક્રિય કેસ 1,09,940 છે જે અત્યાર સુધીના કુલ સંક્રમણના 1 ટકાથી પણ ઓછા છે. હાલમાં આ આંકડો 0.32 ટકા છે. દેશમાં દૈનિક પૉઝિટિવિટી રેટ 0.79 ટકા છે. જે છેલ્લા 52 દિવસોથી 2 ટકાથી ઓછો છે. વળી, સાપ્તાહિક પૉઝિટિવિટી રેટ 0.90 ટકા છે જે 62 દિવસોમાં 2 ટકાથી ઓછો છે. દેશમાં અત્યાર સુધી 63.59 કરોડ કોરોના સેમ્પલની તપાસ કરવામાં આવી. દેશમાં વેક્સીનેશનનો આંકડો 119.38 કરોડ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X