154 દિવસ બાદ કોરોના કેસોમાં સૌથી મોટો ઘટાડો, 24 કલાકમાં મળ્યા 25166 નવા કેસ
ભારતમાં કોરોનાના નવા કેસોમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. જાણો આરોગ્ય મંત્રાલયે આપેલા લેટેસ્ટ આંકડા.
નવી દિલ્લીઃ ભારતમાં કોરોનાના નવા કેસોમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. આરોગ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલ લેટેસ્ટ આંકડાઓ મુજબ છેલ્લા 24 કલાકમાં 25166 નવા કેસ સામે આવ્યા છે કે જે છેલ્લા 154 દિવસમાં સૌથી ઓછા છે. વળી, દેશમાં સક્રિય કેસોમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. હવે ભારતમાં કોરોનાના સક્રિય કેસ 3,69,846 છે કે જે છેલ્લા 146 દિવસમાં સૌથી ઓછા છે. દેશમાં કોરોનાથી રિકવરી દરની વાત કરીએ તો આ 97.51 ટકા છે.
Recommended Video


દેશમાં કોરોના રસીકરણ અભિયાન ઝડપથી ચલાવવામાં આવી રહ્યુ છે જેનાથી વધુને વધુ લોકોને સંક્રમણથી બચાવી શકાય. અત્યાર સુધી દેશમાં 55,15,51,992 વેક્સીનો ડોઝ આપવામાં આવી ચૂક્યો છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં 88.13 લાખ લોકોને કોરોના વેક્સીન લગાવવામાં આવી છે કે જે એક દિવસમાં સર્વાધિક વેક્સીન લગાવવાનો રેકૉર્ડ છે. દેશમાં માર્ચ 2020થી કોરોનાના અત્યાર સુધીના કુલ કેસોની વાત કરીએ તો તેમાંથી માત્ર 1.15 ટકા કેસ જ હાલમાં સક્રિય છે.
માર્ચ 2020 બાદ કોરોનાથી રિકવર થવાનો દર દેશમાં સૌથી વધુ છે અને તે 97.51 ટકા સુધી પહોંચી ગયો છે. સાપ્તાહિક સંક્રમણ દરની વાત કરીએ તો તે 1.98 ટકા છે કે જે સતત 53 દિવસથી 3 ટકાથી નીચે છે. રોજ સંક્રમણ દર પણ 1.61 ટકા છે કે જે સતત 22 દિવસથી 3 ટકાથી ઓછો છે. દેશમાં કોરોના ટેસ્ટીંગની વાત કરીએ તો અત્યાર સુધી કુલ 49.66 કરોડના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવી ચૂક્યા છે.












Click it and Unblock the Notifications
