Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Corona Updates: દોઢ મહિનામાં સૌથી ઓછા 1.73 લાખ નવા કોરોના કેસ પરંતુ છેલ્લા 24 કલાકમાં 3617ના થયા મોત

ભારતમાં કોરોના વાયરસના દૈનિક આંકડામાં સતત બીજા દિવસે ઘટાડો ચાલુ છે. જાણો લેટેસ્ટ આંકડા.

નવી દિલ્લીઃ ભારતમાં કોરોના વાયરસના દૈનિક આંકડામાં સતત બીજા દિવસે ઘટાડો ચાલુ છે. શનિવારે(29 મે) એ સૌથી ઓછા 1.73 લાખ નવા કોરોના કેસ સામે આવ્યા છે. છેલ્લા 45 દિવસોમાં આ કોરોના વાયરસના સૌથી ઓછા નવા કેસ એક દિવસમાં સામે આવ્યા છે. પરંતુ મોતના આંકડામાં કોઈ ઘટાડો નથી થઈ રહ્યો. રોજ 3 હજારથી વધુ લોકોના મોત થઈ રહ્યા છે. શનિવારે(29 મે)ના રોજ પણ છેલ્લા 24 કલાકમાં 3617 લોકોના મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં 1,73,790 કોરોનાના નવા કેસ સામે આવ્યા છે. વળી, છેલ્લા 24 કલાકમાં 2,84,601 દર્દી કોરોના વાયરસથી રિકવર થયા. દેશમાં કોરોનાથી અત્યાર સુધી 3,22,512 લોકોના મોત થઈ ગયા છે.

covid

આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ દેશમાં અત્યાર સુધી કોરોનાથી 2,51,78,011 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે એટલે કે રિકવર થઈ ગયા છે. દેશમાં સક્રિય કેસોની સંખ્યા 22,28,724 છે. દેશમાં કુલ પૉઝિટીવ કેસોની સંખ્યા 2,77,29,247 છે. ભારતમાં 16 જાન્યુઆરીથી શરુ થયેલુ વેક્સીનેશન અભિયાન હેઠળ અત્યાર સુધી 20,89,02,445 લોકોને કોરોના વાયરસ વેક્સીન લગાવવામાં આવી છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસની 30,62,747 લોકોને વેક્સીન લગાવવામાં આવી છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ દેશમાં રિકવરી રેટ વધીને 90.80 ટકા થઈ ગયો છે. સાપ્તાહિક પૉઝિટિવિટી રેટ વર્તમાનમાં 9.84 ટકા છે. વળી, દૈનિક પૉઝિટિવિટી રેટ 8.36 ટકા છે. સતત પાંચ દિવસથી કોવિડ-19 પૉઝિટિવિટી રેટ 10 ટકાથી પણ ઓછો છે. ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદ(આઈસીએમઆર)ના જણાવ્યા મુજબ ભારતમાં અત્યાર સુધી 34,11,19,909 લોકોનો કોવિડ-19 ટેસ્ટ કરવામાં આવ્યો છે. જેમાંથી 20,80,048 લોકોના સેમ્પલ ટેસ્ટ 28 મેએ કરવામાં આવ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X