Coronavirus Update: કોરોના વાયરસના એક જ દિવસમાં વધ્યા 38 ટકા દર્દી, સક્રિય કેસ પણ 63 હજારને પાર
Coronavirus Update: દેશમાં ફરી એકવાર કોરોનવાયરસના કારણે ડરનો માહોલ શરુ થઈ ગયો છે. સંક્રમણની ઝડપી ગતિએ લોકોની ચિંતામાં વધારો કરી દીધો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે બુધવારે લેટેસ્ટ આંકડા રજૂ કર્યા છે.
આરોગ્ય મંત્રાલયના બુધવારના આંકડાઓ મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના 10,542 નવા કેસ નોંધાયા છે, જે ગઈકાલની સરખામણીમાં 38 ટકા વધુ છે. સક્રિય દર્દીઓની સંખ્યા વધીને 63,562 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં આ જીવલેણ વાયરસને કારણે 38 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

દેશમાં કોરોનાથી પ્રભાવિત લોકોની કુલ સંખ્યા વધીને 4,48,45,401 થઈ ગઈ છે. જે બાદ મૃત્યુઆંક 5 લાખ 31 હજાર 190 પર પહોંચી ગયો છે. સૌથી વધુ 11 મોત કેરળમાં થયા છે. હાલમાં દેશમાં દૈનિક સંક્રમણ દર 4.47 ટકા નોંધાયો છે. વળી, દર્દીઓનો સાજા થવાનો દર 98.67 ટકા છે.
કોરોનાથી સાજા થનારા લોકોની સંખ્યા વધીને 4,42,50,649 થઈ ગઈ છે, જ્યારે મૃત્યુ દર 1.18 ટકા નોંધાયો છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ દેશમાં અત્યાર સુધીમાં કોવિડ રસીના 220.66 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.
કેન્દ્ર સરકારના નિષ્ણાતોના જણાવ્યા મુજબ તેઓ દરેક રાજ્યના કોવિડના કેસ પર નજર રાખી રહ્યા છે. જો કોઈ રાજ્યમાં પરિસ્થિતિ નિયંત્રણ બહાર જવાની શક્યતા હશે તો તેઓ SOP હેઠળ રાજ્ય સરકાર સાથે મળીને કામ કરશે અને કોવિડ કેસોને વધતા અટકાવશે.
મહારાષ્ટ્રમાં મંગળવારે કોવિડ-19ના કુલ 949 નવા કેસ નોંધાયા હતા, જેના પરિણામે કોવિડના કારણે વધુ છ લોકોના મોત થયા હતા. વિભાગે એક બુલેટિનમાં જણાવ્યું છે કે નવા કેસના આગમન પછી, રાજ્યમાં સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 81,57,293 થઈ ગઈ છે, જ્યારે છ લોકોના કોવિડના કારણે મૃત્યુ પામ્યા પછી કુલ મૃતકોની સંખ્યા વધીને 1,48,485 થઈ ગઈ છે.












Click it and Unblock the Notifications
