Covid-19: છેલ્લા 24 કલાકમાં 29,616 નવા કોરોના કેસ, 290 લોકોના મોત
ભારતમાં કોરોના વાયરસના કેસ અટક્યા તો છે પરંતુ ઘટી નથી રહ્યા. લેટેસ્ટ આંકડા જાણો.
નવી દિલ્લીઃ ભારતમાં કોરોના વાયરસના કેસ અટક્યા તો છે પરંતુ ઘટી નથી રહ્યા. આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડાઓ મુજબ શનિવારે દેશભરમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 29,616 નવા કેસ સામે આવ્યા છે. વળી, છેલ્લા 24 કલાકમાં 290 લોકોના કોરોનાથી મોત થઈ ગયા છે. કોવિડ-19થી છેલ્લા એક દિવસમાં 28,046 લોકો રિકવર થયા છે. દેશમાં કોરોના એક્ટિવ કેસોની વાત કરીએ તો 3 લાખ 1 હજાર 442 લોકો હાલમાં કોવિડ-19થી સંક્રમિત છે. વળી, કોરોનાથી થયેલ કુલ મોતનો આંકડો 4 લાખ 46 હજાર 658 છે.

દેશમાં કોરોનાના અત્યાર સુધી 3,28,78,319 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. વેક્સીનેશનના આંકડાની વાત કરીએ તો દેશમાં અત્યાર સુધી 84,89,29,16 છે. વળી, છેલ્લા 24 કલાકમાં 71,04,051 કોરોના વેક્સીન લગાવવામાં આવી છે. દેશમાં હાલમાં સૌથી વધુ કોરોના કેસ કેરળથી સામે આવી રહ્યા છે.
કેરળથી શનિવારે છેલ્લા 24 કલાકમાં 17,983 કોરોના કેસ સામે આવ્યા છે અને 127 લોકોના મોત થયા છે. એટલે કે દેશમાં આવેલા 29,616 દૈનિક કેસમાં એકલા કેરળથી 17,983 કોવિડ-19 કેસ સામે આવ્યા છે. કેરળમાં છેલ્લા એક મહિનાથી કોરોનાના સૌથી વધુ કેસ સામે આવી રહ્યા છે.












Click it and Unblock the Notifications
