For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દેશમાં છેલ્લા 24 કલાકમાં સામે આવ્યા કોરોનાના 13,058 નવા કેસ, 164 દર્દીઓના મોત

દેશમાં કોરોના વાયરસના કેસોમાં ઝડપથી ઘટાડો આવ્યો છે. જાણો આરોગ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા લેટેસ્ટ આંકડા.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ દેશમાં કોરોના વાયરસના કેસોમાં ઝડપથી ઘટાડો આવ્યો છે. મંગળવારે આરોગ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલ આંકડાઓ મુજબ છેલ્લા 24 કલાકાં દેશમાં કોરોનાના 13.058 નવા કેસ સામે આવ્યા છે કે જે 231 દિવસમાં આવેલા સૌથી ઓછા કેસનો આંકડો છે જ્યારે 164 લોકોના મોત થયા છે. જ્યારે 19,470 લોકો હૉસ્પિટલમાંથી રિકવર થઈને ઘરે પણ પાછા આવ્યા છે. દેશમાં હાલમાં સક્રિય કેસ 1,83,118 છે કે જે 227 દિવસમાં સૌથી ઓછા કેસ છે.

corona

વળી, કુલ કેસનો આંકડો 3,40,94,373 થઈ ગયો છે અને કોરોના અત્યાર સુધી 4,52,454 લોકોના મોત થઈ ચૂક્યા છે જ્યારે 3,34,58,801 લોકો કોરાથી રિકવર પણ થયા છે. જ્યારે કાલ સુધી દેશમાં વેક્સીનેશનનો આંકડો 98,67,69,411 પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં કેરળમાં 6676 નવા કેસ સામે આવ્યા છે અને 60 મોત થયા છે.

24 કલાકમાં 1485 નવા કોરોના કેસ આવ્યા સામે

મહારાષ્ટ્રમાં 24 કલાકમાં 1485 નવા કોરોના કેસ સામે આવ્યા અને 2078 લોકો રિકવર થયા જ્યારે 27 લોકોના મોત થઈ ગયા. વળી, કર્ણાટકની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં 214 નવા કોરોના કેસ સામે આવ્યા. 488 લોકો રિકવર થયા અને 12 મોત થયા અને પડોશી રાજ્ય તમિલનાડુમાં છેલ્લા 24 કલાકમાં 1192 નવા કોરોના કેસ સામે આવ્યા. 1423 લોકો રિકવર થયા અને 13 મોત થયા છે.

ત્રીજી વેવ આવતા પહેલા દેશભરમાં રસીકરણ અભિયાન યુદ્ધના ધોરણે ચાલુ છે. અમુક વેક્સીનની બાળકો પર પણ ટ્રાયલ સફળ રહી છે પરંતુ ભારતમાં હજુ 18 વર્ષથી ઓછી વયજૂથના બાળકોને રસી મૂકવામાં આવતી નથી. વળી, ઉત્તરાખંડની 100 વસ્તીને કોરોના વેક્સીનનો પહેલો ડોઝ લાગી ચૂક્યો છે. આ વાત માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સહુને અભિનંદન પાઠવ્યા છે.

દેવભૂમિના લોકોને ખૂબ-ખૂબ અભિનંદનઃ પીએમ મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ કે દેવભૂમિના લોકોને ખૂબ-ખૂબ અભિનંદન. કોરોના સામે દેશની લડાઈમાં ઉત્તરાખંડની આ ઉપલબ્ધિ અત્યંત મહત્વપૂર્ણ છે. મને પૂરો ભરોસો છે કે આપણુ વેક્સીનેશન અભિયાન સૌથી વધુ પ્રભાવી સાબિત થવાનુ છે, હું દેશવાસીઓનો આના માટે આભાર માનુ છુ.

સૌએ સાવચેત રહેવાની જરુર

વિશ્વ આરોગ્ય સંગઠન(WHO)ના મુખ્ય વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામીનાથને કહ્યુ છે કે હાલમાં સ્થિતિ થોડી સચવાયેલી છે પરંતુ સહુના મગજમાં એ વાત મુખ્ય રીતે હોવી જોઈએ કે કોરોના વાયરસ ખતમ થયો નથી અને સહુએ સાવચેત રહેવાની જરૂર છે.

English summary
Coronavirus Updates: New 13058 COVID cases (lowest in 231 days), 19,470 recoveries& 164 deaths in last 24 hrs in India as per Health Ministry.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X