For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોના વેક્સીનેશન અભિયાનઃ દેશના 736 જિલ્લાઓમાં આજે એકસાથે કોરોના વેક્સીનની ડ્રાય રન

દેશમાં કોરોના વેક્સીનેશન અભિયાન શરૂ થતા પહેલા આજે(શુક્રવાર 8 જાન્યુઆરી) 736 જિલ્લાઓમાં ડ્રાય રન કરવામાં આવશે.

|
Google Oneindia Gujarati News

coronavirus vaccine dry run in all 736 districts today: દેશમાં કોરોના વેક્સીનેશન અભિયાન શરૂ થતા પહેલા આજે(શુક્રવાર 8 જાન્યુઆરી) 736 જિલ્લાઓમાં ડ્રાય રન કરવામાં આવશે. ડ્રાય રન એક રિહર્સલ પ્રક્રિયા હોય છે જેમાં એ જોવામાં આવે છે કે કોરોના વેક્સીનની રસી કેવી રીતે લાગશે. કોરોનાની રસી લગાવવવાની ડમી પ્રેક્ટીસ કરવામાં આવે છે. આ પહેલા 28 અને 29 ડિસેમ્બરે 4 રાજ્યોમાં બે દિવસ માટે ડ્રાય રન કરવામાં આવી હતી. ત્યારબાદ સરકારે 2 જાન્યુઆરીએ દેશના બધા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વેક્સીનની ડ્રાય રન કરી હતી. ત્યારબાદ આજે 33 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વેક્સીની ફરીથી ડ્રાય રન શરૂ થઈ રહી છે. જે 738 જિલ્લાઓમાં આયોજિત કરવામાં આવશે. જો કે આ 33 રાજ્યોમાંથી હરિયાણા, હિમાચલ અને અરુણાચલ પ્રદેશમાં આજે ડ્રાય રન નથી.

vaccine

કેન્દ્રીય આરોગ્ય મંત્રી ખુદ કરશે ડ્રાય રનની સમીક્ષા

આજે ખુદ કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ.હર્ષવર્ધન તમિલનાડુમાં જમીની સ્તરે તપાસ કરશે. આ પહેલા આરોગ્ય મંત્રી હર્ષવર્ધને ગુરુવારે(7 જાન્યુઆરી) રાજ્યો સુધી કોરોનાની વેક્સીન પહોંચાડવાની ડ્રાય રનની તૈયારીની સમીક્ષા કરી હતી. આરોગ્ય મંત્રી હર્ષવર્ધને રાજ્યોના આરોગ્ય મંત્રીઓ અને મુખ્ય અધિકારીઓ સાથે બેઠક દરમિયાન વેક્સીન વિશે દેશમાં ફેલાવવામાં આવી રહેલ અફવાઓ વિશે ચિંતા વ્યક્ત કરી હતી. 2 જાન્યુઆરીએ થયેલ ડ્રાય રનમાં જો કે સરકારને અમુક ખામીઓ જોવા મળી હતી જેને આજે પૂરી કરવાની કોશિશ કરવામાં આવશે. વળી, ગુજરાત, પંજાબ, અસમ અને આંધ્રપ્રદેશમાં ડ્રાય રનના પૉઝિટિવ રિઝલ્ટ સામે આવ્યા હતા.

ભારતમાં ક્યારથી શરૂ થશે વેક્સીનેશન અભિયાન

રિપોર્ટ મુજબ દેશમાં વેક્સીનેશન અભિયાન આવનારા 10થી 12 દિવસોમાં શરૂ થઈ શકે છે. આરોગ્ય મંત્રાલય તરફથી આ સપ્તાહની શરૂઆતમાં જણાવવામાં આવ્યુ હતુ કે કોરોના વેક્સીનને મંજૂરી મળ્યા બાદ વેક્સિનેશન કાર્યક્રમ 10 દિવસ બાદ શરૂ થઈ શકે છે. ડ્રાય રન ઉપરાંત કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યોને લખેલા પત્રમાં જણાવવામાં આવ્યુ છે કે વેક્સીનની ડિલીવરી કોઈ પણ સમયે શરૂ કરવામાં આવી શકે છે. વેક્સીનના સ્ટોર માટે દેશભરમાં 37 સ્ટોર તૈયાર કરવામાં આવ્યા છે. આમાં સૌથી મોટા સ્ટોર કરનાલ, મુંબઈ, ચેન્નઈ અને કોલકત્તામાં બનાવવામાં આવ્યા છે. DCGIએ 3 જાન્યુઆરીએ બે સ્વદેશી કોરોના વેક્સીનના ઈમરજન્સી ઉપયોગની મંજરી આપી દીધી છે.

English summary
Coronavirus Vaccine dry run in all 736 districts today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X