આવતા 6 મહિનામાં કોરોના સામે લડવુ બનશે વધુ સરળ પરંતુ આના માટે રહેવુ પડશે સાવચેતઃ હેલ્થ એક્સપર્ટ

દેશમાં કોરોનાની ગતિ હવે ધીમી પડવા લાગી છે. એક્સપર્ટનુ માનવુ છે કે આવતા છ મહિનામાં કોરોના ખતમ થવા તરફ આગળ વધશે.

નવી દિલ્લીઃ દેશમાં કોરોનાની ગતિ હવે ધીમી પડવા લાગી છે. એક્સપર્ટનુ માનવુ છે કે આવતા છ મહિનામાં કોરોના ખતમ થવા તરફ આગળ વધશે. એક્સપર્ટનુ માનવુ છે કે કોરોનાનો નવો વેરિઅંટ એકલો ત્રીજી લહેર લાવી નહિ શકે. નેશનલ સેન્ટર ફૉર ડિસીઝના ડાયરેક્ટર સુજીત સિંહે કહ્યુ કે મહામારીએ મોટાભાગની ભવિષ્યવાણીઓને ખોટી સાબિત કરી છે પરંતુ આવતા છ મહિનામાં આપણે કોરોનાના અંત તરફ આગળ વધીશુ. ડૉક્ટર સિંહે કહ્યુ કે કોરોનાના અંતથી મારો અર્થ છે કે આપણે આ મહામારીને સરળતાથી સંભાળી શકીએ છીએ. સારી સુવિધા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરની મદદથી તેને વધુ સારી રીતે સંભાળી શકાય છે.

corona

ડૉક્ટર સુજીત સિંહે કહ્યુ કે જો કોરોનાથી મૃત્યુ દર અને ગંભીર રીતે બિમાર થનારા દર્દીઓના દરમાં ઘટાડો થાય તો આપણે આ બિમારીને મેનેજ કરી શકીએ છીએ. કેરળમાં કોરોનાના નવા કેસ છેલ્લા અમુક દિવસોથી સતત આવી રહ્યા છે પરંતુ હવે ત્યાં પણ સ્થિતિ સારી થઈ રહી છે. કોરોના મહામારી સામે રસીકરણ ઘણુ કારગર હથિયાર છે. ડૉક્ટર સુજીતે કહ્યુ કે 75 કરોડ લોકોને રસી લાગી ચૂકી છે. જો વેક્સીન 70 ટકા પણ અસરકારક હોય તો 50 કરોડ લોકો કોરોનાથી ઈમ્યુન છે. કોરોનાનો સિંગલ ડોઝ 30-31 ટકા કોરોનાથી સુરક્ષા પૂરી પાડે છે. 30 કરોડ લોકોને સિંગલ ડોઝ મળી ચૂક્યો છે અને આ લોકો ઈમ્યુન છે.

એક્સપર્ટનુ કહેવુ છે કે વેક્સીન લાગ્યા બાદ લોકોને કોરોના અનુકૂળ વર્તન કરવુ જોઈએ. ડૉક્ટર સુજીતે કહ્યુ કે જે લોકોને કોરોનાના બંને ડોઝ લાગી ચૂક્યા છે અથવા સંપૂર્ણપણે સંક્રમણથી મુક્ત થઈ ચૂક્યા છે એવા માત્ર 20-30 ટકા લોકોને કોરોનાનુ જોખમ છે. વૈજ્ઞાનિકોનુ કહેવુ છે કે રસી લાગ્યાના 70-100 દિવસ પછી ઈમ્યુનિટીનુ સ્તર ઘટવા લાગે છે. એનસીડીસીના ચીફે કહ્યુ કે ભારતમાં કોરોનાનો કોઈ નવો વેરિઅંટ નથી. અમુક એક-બે નવા વેરિઅંટ દેશમાં કોરોનાની ત્રીજી લહેર નહિ લાવી શકે. જો કે તહેવારોના કારણે થોડી ચિંતા જરૂર રહેશે.

તમને જણાવી દઈએ કે આરોગ્ય મંત્રાલયના લેટેસ્ટ આંકડાઓ મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના 30570 નવા કેસ સામે આવ્યા છે જ્યારે 38303 લોકો કોરોનાથી રિકવર થઈને હૉસ્પિટલથી ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. કોરોનાથી છેલ્લા 24 કલાકમાં 431 લોકોના મોત થઈ ગયા છે. દેશમાં હજુ પણ કોરોનાના 342923 સક્રિય કેસ છે. અત્યાર સુધી 4,43,928 લોકોના કોરોનાથી મોત થઈ ચૂક્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X