For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મંદીથી બચવા મનમોહન સિંહે સરકારને આપી સલાહ- 'આ ક્ષેત્ર પર ધ્યાન આપો'

મંદીથી બચવા મનમોહન સિંહે સરકારને આપી સલાહ- 'આ ક્ષેત્ર પર ધ્યાન આપો'

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ પૂર્વ પીએમ અને અર્થશાસ્ત્રી મનમોહન સિંહે ગુરુવારે કેન્દ્રની એનડીએ સરકારની અર્થવ્યવસ્થાને લઈ આલોચના કરી છે. કોંગ્રેસના સાંસદ મનમોહન સિંહે પાર્ટી પદાધિકારીઓની બેઠક બાદ કહ્યું કે દેશમાં મંદી છે પરંતુ હાલની સરકાર આ મુદ્દે ધ્યાન આપવાને બદલે જાહેરાતો કરવામાં વ્યસ્ત છે. જ્યારે દેશની અર્થવ્યવસ્થાને લઈ તેમણે વિવિધ અખબારોને ઈન્ટર્વ્યૂ પણ આપ્યાં છે, જેમાં તેમણે ન માત્ર હાલાત પર ચિંતા વ્યક્ત કરી બલકે કેટલાક ઉપાયો પણ બતાવ્યા.

manmohan singh

મનમોહન સિંહે ગુરુવારે કહ્યું કે, આર્થિક મંદી અને પોતાની ભૂલો સ્વિકારવાને બદલે સરકારે પોતાની ભૂલો માટે બીજાઓ પર દોષ આપવામાં ધ્યાન દીધું. ભાજપે હાલના સંકટનો સ્વીકાર કરવો જોઈએ અને અર્થવ્યવસ્થાને ઠીક કરવાના ઉપાય કરવા જોઈએ. પોતાની સરકારના સમયની વાત કરતાં મનમોહન સિંહે કહ્યું કે, પૂર્ણ બહુમત ન હોવા છતાં પણ કોંગ્રેસ સરકાર બે મોટા નાણાકીય સંકટોથી દેશને ઉગારવામાં સફળ રહી. જે અમારી સટીક આર્થિક નીતિઓનું પરિણામ હતું. આજે ભાજપ સરકાર સંપૂર્ણપણે દિશાહીન છે, જેની પાસે નતો નીતિ છે કે ન તો નિયત.

બિઝનેસલાઈનને આપેલ ઈન્ટર્વ્યૂમાં મનમોહન સિંહે કહ્યું કે દેશ આર્થિક સંકટથી પસાર થઈ રહ્યો છે અને આપણે આ વાતનો ઈનકાર ન કરી શકીએ. રાજનૈતિક તાકાતનો ખોટો ઉપયોગ કરવા અથવા નોટબંધી જેવી ઐતિહાસિક ભૂલ કરવાને બદલે સરકાર માટે આગામી પેઢીનું સ્ટ્રક્ચરલ રિફોર્મ કરવાનો યોગ્ય સમય આવી ગયો છે. આના માટે સરકાર પગલાં ભરે.

દૈનિક ભાસ્કરને આપેલ ઈન્ટર્વ્યૂમાં મનમોહન સિંહે કહ્યું કે દેશ મંદીથી નિકળે, આના માટે કેન્દ્ર સરકારે તુરંત પગલાં ઉઠાવવાની જરૂરત છે.આના માટે જીએસટીને તર્કસંગત કરવો બહુ જરૂરી છે. સાથે જ સરકાર ગ્રામીણ ખતને વધારે અને કૃષિ સેક્ટરને ફરીી જીવિત કરવા માટે નવી રીતો શોધવી પડશે. પૂંજી નિર્માણ માટે વ્યાજની કમી દૂર કરવી પડશે. કપડા, ઑટોમોબાઈલ, ઈલેક્ટ્રોનિક્સ અને સસ્તાં આવાસ જેવા પ્રમુખ ક્ષેત્રોને પુનર્જીવિત કરવામાં આવે. ઉપરાંત અમેરિકા-ચીનના ચાલી રહેલ ટ્રેડવોરને પગલે ખુલા રહેલ નવા એક્સપોર્ટ બજારોની પણ ઓળખ કરવી પડશે.

<strong>રાંચીમાં બોલ્યા પીએમ મોદીઃ ગરીબોની યોજનાઓનુ લૉંચિંગ પેડ છે ઝારખંડ, આપી ઘણી ભેટ</strong>રાંચીમાં બોલ્યા પીએમ મોદીઃ ગરીબોની યોજનાઓનુ લૉંચિંગ પેડ છે ઝારખંડ, આપી ઘણી ભેટ

English summary
country is in midst of protracted slowdown says manmohan singh
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X