For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દેશ વૈચારિક દરિદ્રતા-પોલિસી પેરાલિસિસથી પીડાય છે : નરેન્દ્ર મોદી

|
Google Oneindia Gujarati News

narendra-modi
નવી દિલ્હી, 27 ડિસેમ્બર : ગુજરાતમાં સતત ચોથીવાર મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય વિકાસ પરિષદની બેઠકમાં ભાગ લેવા પહોંચેલા નરેન્દ્ર મોદીએ કેન્દ્રની યુપીએ સરકારને વિકાસના મુદ્દે ચાબખા માર્યા હતા. તેમણે વર્તમાન કેન્દ્ર સરકારમાં વૈચારિક દરિદ્રતા અને પોલિસી પેરાલિસીસ હોવાનું જણાવ્યું હતું.

નરેન્દ્ર મોદીએ બેઠકમાંથી બહાર બાદ આવ્યા બાદ જણાવ્યું કે "ભારત સરકાર જે કરી રહી છે તે ચિંતાનો વિષય છે. પાછલા વખતે મળ્યા હતા ત્યારે 9 ટકાનો વૃદ્ધિદર મેળવવાની વાત થઇ હતી. આજે વિકાસ 7.9 પર અટકી ગયો છે. હવે સરકાર 0.3 ટકાના દરથી આગળ વધવાની વાત કરે છે. સાથે ધીમા અવાજે એમ પણ વાત કરે છે કે સરકાર 8.2 પર લઇ જવાનું પણ મુશ્કેલ છે. 12મી યોજનામાં અત્યારે લગભગ 1 વર્ષ જેટલો સમય તો નીકળી ગયો છે. અત્યાર સુધીમાં માત્ર 5.4 ટકા જ વૃદ્ધિદર મેળવી શક્યા છીએ, તો 8 ટકાનો વૃદ્ધિદરે ક્યારે પહોંચાશે."

તેમણે જણાવ્યું કે "મેં વડાપ્રધાન સમક્ષ વિદ્યુત ઉર્જા પ્લાન્ટ માટે જરૂરી ફ્યુઅલ ઉપલબ્ધ કરાવવાની વાત કરી. ગુજરાતમાં 3000 મેગાવૉટ ક્ષમતાનો એક પ્લાન્ટ બંધ છે. કારણ કે ફ્યુઅલ ઉપલબ્ધ નથી. મેં ફ્યઅલ નીતિ અંગે નવો પ્લાન કરવાની વાત કરી છે. આ જ અનુસંધાનમાં મેં અન્ય એક સૂચન પણ કર્યું છે કે
આપણે ત્યાં આયોજન કમિશન છે. મેં માંગણી કરી છે કે કુદરતી સંસાધનો માટે પણ એક કમિશન સ્થાપવામાં આવે જે તેના ઉપયોગ અંગે વાત કરશે."

નરેન્દ્ર મોદીએ વધુમાં જણાવ્યું કે "એનર્જી સેક્ટર માટે કહ્યું છે કે તમે ચિંતિત છો પણ સ્માર્ટ ગ્રિડ પર કામ કરવાની જરૂર છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવાની જરૂર છે. યુવાનો માટે સ્કીલ ડેવલપમેન્ટના પ્લાન પર કામ કરવાની જરૂર છે. ગુજરાત સરકારે કેવીકે શરૂ કર્યું છે. અન્ય રાજ્યોને ગુજરાત મોડેલને ફોલો કરવા માટે સૂચન કર્યું છે."

કોઇનું સીધું નામ લેવાને બદલે યુપીએ સરકાર પર પ્રહાર કરતા નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે "દેશમાં સમગ્ર વ્યવસ્થા બગડી ગઇ છે, પડી ભાંગી છે. વર્તમાનમાં દેશ વૈચારિક દરિદ્રતા, લીડરશિપનો અભાવ, નીતિઓનો અભાવ, પોલિસી પેરાલિસીસનો માર સહન કરી રહ્યો છે. આ કારણે દેશનો વિકાસ સ્તંભી ગયો હોય એમ લાગે છે. આપણો દેશ નેગેટિવ વિકાસ તરફ જઇ રહ્યો છે. આ બધા અંગે મેં પ્રશ્નો ઉઠાવ્યા છે. જોઇએ હવે આયોજન પંચ શું કરે છે."

એનડીસીની બેઠકમાં મુખ્યમંત્રીઓને મુદ્દા રજૂ કરવા ઓછો સમય ફાળવવા અંગે તેમણે જણાવ્યું કે "સરકારનો 10 મીનિટનો આગ્રહ હતો. તેમને જેટલું ઓછું સાંભળવા મળે તેટલું તેમના માટે સારું જ છે. મહિલાઓની સુરક્ષા અંગે ચિંતા દર્શાવી છે. હું આ વિષય પર બ્લેમ ગેમ પર પડવા માંગતો નથી. તે એબાઉવ પોલિટિક્સ હોવો જોઇએ. માતા બહેનોના સન્માનની વાત છે, તેને ગંભીરતાથી લેવી જોઇએ. આ ઘટના પીડાદાયક હોય છે."

નરેન્દ્ર મોદી ગુજરાતની પ્રગતિની વાત કરવાનું ચૂક્યા ન હતા. તેમણે જણાવ્યું કે "ગુજરાતમાં આજે પણ દેશના જેટલા રિપોર્ટ્સ આવે છે તેમાં મહિલાઓનો સારો આવે છે. આમ છતાં હું માનું છું કે તે ચિંતાનો વિષય છે બધાએ સાથે મળીને કામ કરવું જરૂરી છે. આગામી 10, 11 અને 12 જાન્યુઆરી, 2013માં ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટનું આયોજન કરી રહ્યું છે. આ સમિટમાં વિશ્વના 100 દેશો ભાગ લેશે. દેશમાંથી 20 રાજ્યો તેમાં ભાગ લઇ રહ્યા છે. દેશનું સૌથી વધારે મોટું પ્રદર્શન હશે. તેમાં એમએસએમઇ પર ધ્યાન કેન્દ્રિત કરાશે. વિશ્વની સારામાં સારી યુનિવર્સિટી સાથે જોડાણનો પ્રયત્ન કરાશે."

English summary
Country suffering from Idea poverty and policy paralysis : Narendra Modi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X