For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'NCTC નહી બને તો ભારતને મોટી કિંમત ચૂકવવી પડશે'

|
Google Oneindia Gujarati News

chidambaram
નવી દિલ્હી, 5 જૂન : કેન્દ્ર સરકારે એનસીટીસીને લઇને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની ટીકાઓના જવાબમાં આજે કહ્યું કે જો એનસીટીસી નહી બની તો દેશને આની ભારે કિંમત ચૂકવવી પડશે.

પૂર્વમાં ગૃહમંત્રીના રૂપમાં એનસીટીસીની પરિકલ્પના કરનાર હાલના નાણામંત્રી પી ચિદમ્બરમે કહ્યું કે નિરાશાજનક વાત છે કે કેટલાંક મુખ્યમંત્રી રાષ્ટ્રીય આંતકવાદ રોધક કેન્દ્ર (એનસીટીસી)ના સંશોધિત સ્વરૂપનો પણ વિરોધ કરી રહ્યા છે.

તેમણે આંતરીક સુરક્ષા પર મુખ્યમંત્રીઓના સમ્મેલનમાં એનસીટીને લઇને મોદીની ટીકાઓ બાદ અત્રે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે તેમને એ વાતનો ભય છે કે જે પ્રકારની ગંભીરતાથી એનસીટીસીને લેવું જોઇએ એ હવે નથી લેવાઇ રહ્યું.

ચિદમ્બરમે કહ્યું કે તેમને એ વાતનો અફસોસ છે કે કેટલાંક મુખ્યમંત્રી એનસીટીસીના સંશોધિત સ્વરૂપનો પણ વિરોધ કરી રહ્યા છે. જો એનસીટીસીનો વિરોધ કરવામાં આવ્યો તો ડર છે કે દેશને સમય સમય પર આની કિંમત ચૂકવવી પડશે.

મોદીએ એનસીટીના નવા ડ્રાફ્ટ પર ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે એ ખોટો પરિકપ્લિત વિચાર છે. તેમણે કહ્યું કે આમા એનસીટીસીને મજબૂતી આપવાને બદલે જૂના વિચારોનું 'ફેરબદલ' કરવામાં આવ્યું છે.

સમ્મેલનમાં ચિદમ્બરમ પણ હાજર રહ્યા હતા. તેમણે જણાવ્યું કે મુંબઇમાં 2008ના આતંકી હુમલા બાદ કેન્દ્ર સરકાર ગેર કાનૂની પ્રક્રિયા રોકથામ સંશોધન કાનૂન, રાષ્ટ્રીય તપાસ એજન્સી કાનૂન અને મલ્ટી એજેન્સી કેન્દ્ર (એમસી)ની સાથે જ એનસીટીસીનો પ્રસ્તાવ લાવી હોત તો તેને રાજ્યોની મંજૂરી મળી ગઇ હોત. ચિદમ્બરમે જણાવ્યું કે 'મારુ માનવુ છે કે એનસીટીસીનો વિરોધ દૂર્ભાગ્યપૂર્ણ છે. મારા મતે એ ખોટું છે.'

English summary
Rejecting Gujarat Chief Minister Narendra Modi's contention that NCTC is a "poorly conceived" idea, the Centre today said the country will have to pay heavy price if the anti-terror hub does not come into existence. Finance Minister P Chidambaram, the architect of the NCTC, said it was "deeply regrettable" that a few chief ministers opposed even the modified version of the National Counter Terrorism Centre.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X