For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ધર્મ આડે આવ્યો તો પ્રેમી કપલે ઝેર પીધું, યુવતીની મૌત

ઉત્તરપ્રદેશના બરેલીના બહેંદી ચોકી વિસ્તારમાં એક હેરાન કરી નાખે તેવો મામલો સામે આવ્યો છે.

|
Google Oneindia Gujarati News

ઉત્તરપ્રદેશના બરેલીના બહેંદી ચોકી વિસ્તારમાં એક હેરાન કરી નાખે તેવો મામલો સામે આવ્યો છે. બે સમુદાયના લોકોએ પ્રેમી કપલ પર પાબંદીઓ લગાવી અને તેમના લગ્નમાં અડચણ પેદા કરી. ત્યારપછી યુવક અને યુવતીએ ઝેર પી લીધું, જેને કારણે યુવતીની ઘરે જ મૌત થઇ ગયી. જયારે યુવકને જલ્દીથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો જ્યાં તેની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે. ખરેખર બંને પરિવારના લોકો અલગ અલગ સમુદાયના હોવાને કારણે તેમને લગ્ન કરાવવાની ના પાડી દીધી. ત્યારપછી તેમના મળવા પર પણ રોક લગાવી દેવામાં આવી. પ્રેમી યુગલ આ સહન કરી શક્યું નહીં અને તેમને ઝેર પી જીવન ટૂંકાવી દેવાનું નક્કી કર્યું.

suicide

આ ઘટના પછી છોકરી પક્ષના લોકોએ ચુપચાપ યુવતીના લાશને દફન કરવાની તૈયારી કરી લીધી. પરંતુ આખો મામલો ગામમાં ચર્ચામાં આવતાની સાથે જ પોલીસે યુવતીના ઘરે પહોંચીને લાશને કબ્જામાં લીધી અને તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી. મળતી જાણકારી અનુસાર બંને પ્રેમી કપલ છેલ્લા ચાર વર્ષથી પ્રેમ કરતા હતા. નસરીન અને મહેન્દ્ર બંને એકબીજાને પ્રેમ કરતા હતા તેની સાથે સાથે તેઓ એકબીજા સાથે લગ્ન કરવા માંગતા હતા. પરંતુ બંનેનો ધર્મ અલગ અલગ હોવાને કારણે પરિવાર તેના માટે તૈયાર થયો નહીં. બંને પ્રેમી કપલે ઘરેથી ભાગીને કોઈ બીજા શહેરમાં જઈને પોતાનો સંસાર ચાલુ કરવાનું નક્કી કર્યું. તેના માટે પ્રેમી કપલે સંતાઈને પોતાનો સમાન પેક કરવાનું નક્કી કરી દીધું.

suicide

જયારે ઘરના લોકોને તેને વિશે ખબર પડી ત્યારે બંને પરિવારના લોકોએ પોતાના બાળકોને કેદ કરીને તેમની પીટાઈ કરી. ત્યારે પ્રેમી કપલે નક્કી કર્યું કે તેઓ આ જીવનમાં એકબીજાના નહીં થઇ શકે પરંતુ મર્યા પછી ઉપર જઈને એકબીજાના થઇ જશે. આવું વિચારીને બંનેએ ઝેર પી લીધું. મહેન્દ્રના તડપવાનો અવાઝ સાંભળીને મહેન્દ્રના પરિવારના લોકો આવી ગયા અને તેને જલ્દી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો જ્યાં તેનો ઉપચાર ચાલી રહ્યો છે. જયારે નસરીન મારી ચુકી છે. પોલીસે નસરીનની લાશ કબ્જામાં લઈને તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે.

English summary
couple drink poison as family people refused for their marriage
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X