દિલ્લીમાં ચાલતી બાઈક પર રોમાંસ, ટેંક પર બેસી યુવતીએ કરી KISS, જુઓ Video
રાજધાની દિલ્લીના રસ્તા પર એક કપલનો Video વાયરલ થઈ રહ્યો છે જેમાં છોકરો અને એક છોકરી એકબીજાને બાઈક પર હગ અને કિસ કરતા દેખાઈ રહ્યા છે.
રાજધાની દિલ્લીના રસ્તા પર એક કપલનો Video વાયરલ થઈ રહ્યો છે જેમાં છોકરો અને એક છોકરી એકબીજાને બાઈક પર હગ અને કિસ કરતા દેખાઈ રહ્યા છે. રસપ્રદ વાત એ થે કે છોકરો બાઈક ચલાવી રહ્યો હતો જ્યારે છોકરી આગળની ટાંકી પર બેસે છોકરાની બાહોંમાં જકડાઈને કિસ કરતી જોવા મળી રહી છે. યુવા કપલની આ ગતિવિધિના 18 સેકન્ડના વીડિયોને દિલ્લીના આઈપીએસ એચજીએસ ધાલીવાલે શેર કર્યો હતો. વીડિયો વાયરલ થઈ ગયો છે.

ટ્રાફિકના નિયમોને મૂક્યા નેવે
આ જોડીએ પોતાના પ્રેમ આગળ ટ્રાફિકના નિયમોની ધજિયા ઉડાવી દીધી. બાઈક સવાર કપલમાંથી કોઈએ પણ હેલમેટ નહોતુ પહેર્યુ. એકબીજામાં ગળાડૂબ કપલ બાઈક પર ‘કિસ' પણ કરતા દેખાયા. કપલનો વીડિયો શેર કરીને આઈપીએસ ઓફિસર એચજીએસ ધાલીવાલે કહ્યુ કે ટ્રાફિક કાયદાઓના ઉલ્લંઘનને ઉકેલવા માટે મોટર વાહ અધિનિયમમાં નવા ફેરફાર કરવાની જરૂર છે. મામલો રાજૌરી ગાર્ડન અને કીર્તિનગર વચ્ચેનો છે. બાઈક ચલાવી રહેલા યુવકે ઈન્ડીકેટર આપ્યા વિના જ બાઈકને બીજી લેનમાં ઘૂસાડી દીધુ. આનાથી એક્સિડન્ટ પણ થઈ શકતો હતો.

પોલિસ કરી રહી છે તપાસ
આ વીડિયોમાં છોકરાના ખભે એક બેગ લટકાવેલી છે અને છોકરી બાઈકના ફ્યુઅલ ટેંક પર બેસીને તેને હગ કરી રહી છે. પોલિસ વીડિયોની તપાસ કરી રહી છે. ડીસીપી (વેસ્ટ) મોનિકા ભારદ્વાજે અપીલ કરી છે કે વીડિયો શૂટ કરનાર આવીને તેને મળે અને મામલાની વધુ માહિતી આપે. પોલિસ મુજબ હાલમાં આ કેસ આઈપીસીના કલમ 279(ખતરનાક ડ્રાઈવિંગ)નો બને છે.
|
વીડિયો પર લોકોની પ્રતિક્રિયા
વીડિયો પર લોકોની ઘણા પ્રકારની પ્રતિક્રિયા આવી રહી છે. જેમ કે અમુક લોકોનું કહેવુ છે કે, ‘આ પોતે તો પોતાનો જીવ જોખમમાં નાખે છે સાથે બીજાના જીવ પણ જોખમમાં નાખી રહ્યા છે. આ એ જ લોકો છે જે રોડ અકસ્માતમાં માર્યા જાય છે અને પછી બાદમાં બીજા પર આરોપ લગાવે છે.' વળી, એક ટ્વિટર યુઝરે લખ્યુ, ‘મને લાગે છે કે પહેલા ક્યારેક આ બંનેના માથા પર વાગ્યુ હશે કારણકે જે કરી રહ્યા છે તેનાથી મને લાગે છે કે તેમની પાસે એક વસ્તુ નથી અને તેને દિમાગ કહે છે.'












Click it and Unblock the Notifications
